China/ સીમા પર ડ્રેગનનો ફુફાળો છતાં બે વર્ષ બાદ આ ભારતીય ઉત્પાદન ખરીદવા માટે તૈયાર

ભારત અને ચીન વચ્ચે ગલવાન ધાટીમાં થયેલી હિંસક અથડામણ બાદ બંન્ને રાષ્ટ્રો વચ્ચે તણાવ ચાલી રહ્યો છે ચીનની અનેક પ્રોડક્ટ સહિત કેટલીક એપ્લિકેશન પર ભારત દ્વારા બેન્ડ મૂકવામાં આવ્યો છે.

Top Stories World

ભારત અને ચીન વચ્ચે ગલવાન ધાટીમાં થયેલી હિંસક અથડામણ બાદ બંન્ને રાષ્ટ્રો વચ્ચે તણાવ ચાલી રહ્યો છે ચીનની અનેક પ્રોડક્ટ સહિત કેટલીક એપ્લિકેશન પર ભારત દ્વારા બેન્ડ મૂકવામાં આવ્યો છે. આમ છતાં ચીને નકટા થઈને 2 વર્ષ બાદ ભારતીય ચોખાની આયાત કરવાની શરૂઆત કરી છે.ભારતીય નિકાસકારોએ અન્ય દેશોની તુલનામાં સ્પર્ધાત્મક ભાવની ઓફર કર્યા પછી, આ પડોશી દેશે 5000 ટન બિન-બાસમતી ચોખાની આયાત કરવાનો ઓર્ડર આપ્યો છે.

India vs China defense budget and equipment comparison | Business Insider  India

આ અંગે ઓલ ઇન્ડિયા રાઇસ એક્સપોટર્સ એસોસિએશન (એઆઈઆરઆઈએ) એ આ માહિતી આપી છે.ચીન એવા સમયે ભારતમાંથી ચોખાની ખરીદી કરી રહ્યું છે જ્યારે બંને દેશોની સરહદ પર તણાવ છે. એઆઈઆરઆઈએના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર વિનોદ કૌલે કહ્યું કે, “જોકે વર્ષ 2006 માં બજારમાં પ્રવેશની મંજૂરી આપવામાં આવી હતી, ચીને નાણાકીય વર્ષ 2017-18માં લગભગ 974 ટન બિન-બાસમતી ચોખાની આયાત કરી હતી. હવે બે વર્ષ પછી, આપણી સાથે આયાત માટે પૂછપરછ શરૂ કરી છે.’

India vs China on clearance to relief/evacuation flight

આ માટેનું મુખ્ય કારણ ભારત હાલમાં વિશ્વના અન્ય દેશોની તુલનામાં સ્પર્ધાત્મક ભાવો આપી રહ્યું છે. એઆઈઆરઆઈએ કરેલી સ્પષ્ટતા અનુસાર, ચાલુ નાણાકીય વર્ષના એપ્રિલથી ઓક્ટોબરના ગાળામાં ભારતે 28 લાખ ટન બાસમતી ચોખા અને 61 લાખ ટન બિન-બાસમતી ચોખાની નિકાસ કરી છે. નાણાકીય વર્ષ 2019-20માં કુલ બાસમતી ચોખાની નિકાસ રેકોર્ડ 4 મિલિયન ટન અને બિન-બાસમતી ચોખાની નિકાસ 5 મિલિયન ટન નોંધવામાં આવી હતી.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…