Not Set/ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 540 લોકોનાં મોત

કોરોનાએ સમગ્ર દુનિયામાં તોફાન સર્જ્યું છે. ભારતમાં પણ, કોરોનાનો કહેર રોકાતો હોય તેવુ લાગી રહ્યુ નથી. છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોનાનાં 36,594 નવા કેસ નોંધાયા છે, જે બાદ ભારતમાં કુલ કેસ 95,71,559 પર પહોંચ્યા છે. આરોગ્ય મંત્રાલયે આ માહિતી આપી છે. ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં કારણે 540 લોકો મૃત્યુ પામ્યા છે. દેશમાં કોરોના વાયરસને […]

Top Stories India

કોરોનાએ સમગ્ર દુનિયામાં તોફાન સર્જ્યું છે. ભારતમાં પણ, કોરોનાનો કહેર રોકાતો હોય તેવુ લાગી રહ્યુ નથી. છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોનાનાં 36,594 નવા કેસ નોંધાયા છે, જે બાદ ભારતમાં કુલ કેસ 95,71,559 પર પહોંચ્યા છે. આરોગ્ય મંત્રાલયે આ માહિતી આપી છે.

ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં કારણે 540 લોકો મૃત્યુ પામ્યા છે. દેશમાં કોરોના વાયરસને કારણે કુલ 1,39,188 લોકો મૃત્યુ પામ્યા છે. આ સિવાય, જો આપણે ડિસ્ચાર્જનાં કેસોની વાત કરીએ, , છેલ્લા 24 કલાકમાં 42,916 નવા ડિસ્ચાર્જ કેસ સામે આવ્યા છે, જે બાદ દેશમાં ડિસ્ચાર્જનાં કુલ કેસ 90,16,289 પર પહોંચી ગયા છે.

નિષ્ણાતો કહે છે કે, જ્યાં સુધી કોરોના રસી ન આવે ત્યાં સુધી કોરોના સંપૂર્ણપણે જશે નહીં. તમામ દેશો કોરોના વાયરસ સામેનાં યુદ્ધમાં તેમના સ્તર પર આ માટેની તૈયારી કરી રહ્યા છે. રસી ઉપલબ્ધતાની સ્થિતિ અંગે ભારતે પહેલેથી જ તૈયારીઓ કરી લીધી છે. ભારતમાં, કોરોના વેક્સીનની ખરીદીથી લઇને સંગ્રહ અને વિતરણ સુધીની તૈયારી છે.

અત્યાર સુધી જે માહિતી સામે આવી છે તે મુજબ, કોરોના વાયરસ રસીની બુકિંગનાં મામલે ભારત વિશ્વભરમાં પ્રથમ ક્રમે છે. 30 નવેમ્બર સુધીમાં, કોરોના વેકસીનની ‘પુષ્ટિ થયેલ ડોઝ’ બુકિંગનાં સંદર્ભમાં ભારત ટોચ પર છે. ભારતે કોરોના રસીનાં અત્યાર સુધીમાં 160 કરોડની ખાતરી કરેલ ડોઝનો ઓર્ડર આપ્યો છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…