@સુલેમાન ખત્રી, મંતવ્ય ન્યૂઝ – છોટાઉદેપુર
છોટાઉદેપુર જીલ્લા ના પાવીજેતપુરના ડુંગરવાંટ ગામે મોડી રાત્રે એક મકાનમાં આગ લાગતા મકાન બળી ખાખ થઈ ગયો
જગત ના તાત ને તો કાયમ મુશ્કેલી મા મુકાવાનો વારો આવે છે, પોતાના ખેતર મા તૈયાર થયેલા પાક ને કોઇ ચોરી ના જાય કે કોઇ જાનવર નુકસાન ના પહોંચાડે તે માટે ઘરના સભ્યો મકાઈના ખેતરમાં રાત્રી દરમિયાન મકાઈ સાચવવા ગયા હતા.
આ પણ વાંચો : સરાગામે દંપતીએ સજોડે ખાધો ગળેફાસો, આત્મહત્યાથી સમગ્ર પંથકમા ચકચાર
ધનસિંગભાઈ ચિમાભાઈ રાઠવાના મકાન મા કોઇક કારણસર આગ લાગી ગઇ હતી આગમા આખુ મકાન ઘરવખરી નો સામાન અને એક મોટર સાયકલ સહિત બળીને ખાખ થઈ જતા પરિવાર ની હાલત કફોડી બની છે.
કોઈ કારણસર લાગેલી આગને નજીકમા રહેતા સ્થાનિક લોકોએ બુજાવવાનો કર્યો પ્રયાસો કર્યા હતા પરંતુ જોતજોતામાં આગે વિકરાળ રુપ ધારણ કર્યુ અને ફાયર ફાઇટર આવે તે પહેલા જ મકાન બળીને ખાખ થઈ ગયુ હતુ.
આ પણ વાંચો :ગોજારો અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ લોકો કમકમાટી ભર્યા મોત, બે ઇજાગ્રસ્ત
મોંઘવારી નો માર કોરોના નો કહેર વચ્ચે પોતાના તૈયાર થયેલા મહામૂલી પાક ને બચાવવા જતા કુદરતી આફત કહી શકાય તેવી ઘટના બનતા આ પરીવાર હાલ તો મુશ્કેલી મા મુકાયો છે.
આ પણ વાંચો :દારૂબંધીને લઈ વાપી પોલીસનો સપાટો, ડાભેલ ચેકપોસ્ટ પરથી પકડ્યો વિદેશી દારૂ
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
