Not Set/ શિવાનંદ હોસ્પિટલ અગ્નિકાંડ કેસમાં સત્ય ઉજાગર કરનારા 4 પત્રકારો સામે પોલીસ ફરિયાદ

રાજકોટમાં ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં તબીબોની બેદરકારીથી પાંચ દર્દીઓ જીવતા ભૂંજાઈ ગયા હોવાની ઘટના તાજેતરમાં ઘટી હતી. આ ઘટનામાં આરોપી તબીબોને પોલીસ સ્ટેશનમાં વીઆઇપી સગવડો આપવાનું ઓપરેશન

Top Stories Gujarat Rajkot

રાજકોટમાં ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં હોસ્પિટલ સત્તાવાળાની બેદરકારીથી પાંચ દર્દીઓ જીવતા ભૂંજાઈ ગયા હોવાની ઘટના તાજેતરમાં ઘટી હતી. ઘટનાનાં પડઘા છેક દિલ્હી સુઘી પડ્યા અને ભારતની સર્વોચ્ચ અદાલતે પણ આ મામલે ભીનું ન શંકેલાય તેવી તાકીદ કરી, વિડંબના તો ત્યા જોવા મળી જ્યારે SCએ ટકોર કર્યા બાદ તંત્ર દ્વારા વધુ કાર્યવાહીનો ધમધમાટ જોવામાં આવ્યો. અગ્નિકાંડનાં આરોપીઓને પાંજરે પુરી દેવામાં આવ્યા. પરંતુ અહીં પણ જૈશે થે…ની ગતિ જોવામાં આવી, પોલસ સ્ટેશનમાં જો કોઇ વગદાર વ્યક્તિને રાખવામાં આવે તો તેની સારસંભાળ કેવી લેવામાં આવે છે તેના લોકવાયકા પૂરા દેશમાં પ્રસિદ્ધ છે. અને આ વાત સાચી હોવાનું રાજકોટના જ એક માધ્યમનાં પત્રકારોએ સાબિત પણ કરવાની કોશિશ કરી. વાત માધ્યમોમાં પ્રકાશીત થઇ અને પોલીસ હાફળી ફાફળી થઇ.

ઘટનામાં આરોપીઓને પોલીસ સ્ટેશનમાં વીઆઇપી સગવડો આપવાનું ઓપરેશન કરનારા રાજકોટના એક માધ્યમના 4 પત્રકારો સામે પોલીસે બે ફરિયાદ દાખલ કરી છે. પોલીસે એફઆઈઆરમાં આક્ષેપ મૂક્યો છે કે, આ પત્રકારો પોલીસની ગુપ્ત કામગીરીને ખોટી રીતે ખુલ્લી પાડી રહ્યા છે. સત્યને ઉજાગર કરનાર પત્રકારોએ પોતાનો પત્રકારત્વ ધર્મ નીભાવ્યો હોવા છતાં પોલીસે દ્વેષભાવ રાખી અને તેમની સામે કાયદાકીય રાહે એફઆઈઆર દાખલ કરી છે, પરંતુ આ પત્રકારો સહિત માધ્યમ પણ તેમની સામે કાયદાકીય જંગ લડકી લેવા માટે તૈયાર થઇ ગયુ છે.

આ પણ વાંચો :politics / ભાજપ સાથે સારા સબંધ હોત તો આજે પણ CM હોત, કોંગ્રેસ સાથે જોડા…

આ પત્રકારોનું કહેવું છે કે જો પોલીસની દ્રષ્ટિ અમે ગુનો કર્યો હોય તો ખરેખર FIR નોંધીલો, પરંતુ જે હોસ્પિટલ સત્તાવાળાઓના માથા પર પાંચ દર્દીઓના મોતનો(હવે 6 કારણ કે આજે એક દર્દીનું મોત થયુ છે) આક્ષેપ હોય એવા હોસ્પિટલના ધનાઢ્ય સંચાલકો સામે પોલીસ સ્ટેશનમાં વીઆઈપી ટ્રીટમેન્ટ આપવામાં આવી રહી હોય તે ઉજાગર કરવામાં આવ્યું હતું. અને જે સો ટકા સત્ય હતું તે અમે સામે લાવ્યા છીએ અને જો અમે કાયદાની દ્રષ્ટિએ ગુનેગાર હોય તો અમારી સામે ગુનો દાખલ કરો. પરંતુ અમે તો હોસ્પિટલમાં જીવતા ભૂંજાઈ ગયેલા પાંચ દર્દીઓ અને રવીવારે મરણજનાર વઘુ એક દર્દીની મરણચીસો સંભળાતી હોવાથી આ બાબત ઉજાગર કરી હતી.

આ પણ વાંચો :rajkot / રાજકોટ અગ્નિકાંડમાં ઈજાગ્રસ્ત થયેલા વધુ એક દર્દીનુ મોત, મૃત્…

પોલીસ જાહેર જનતા માટે કે ખાનગીમાં કાર્યો કરવા માટે હોય ?

પોલીસે પત્રકારોની વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરી છે અને તેમાં નોંધ કરી છે કે તેઓની ગુપ્ત કામગીરીને ચાર પત્રકારો દ્વારા ખુલ્લી પાડવામાં આવી હતી. પરંતુ આ પત્રકારો કબૂલ કરે છે કે તેઓ પોલીસ સ્ટેશનમાં ગયા હતા અને આરોપીઓની કડક પૂછપરછ કરવાના બદલે તેમની ખાસ મહેમાનોની જેમ આગતાસ્વાગતા કરવામાં આવી રહી હતી. જો પોલીસ ન્યાયિક ધોરણે તપાસ કરી રહી હોત તો અમારે આ બાબતને ઉજાગર કરવાની જરૂર ન પડતી. પોલીસે ભલે ઉલટાના અમને જ ગુનેગાર ઠેરવ્યા હોય પરંતુ અમે પ્રજા દોહ કરનારામાં નથી.

આ પણ વાંચો :UP / કોરોનાવાયરસ બાદ હવે ઉન્નાવમાં ફેલાયું HIV સંક્રમણ, જાણો શું …

જેમની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે તેના કહેવા પ્રમાણે આરોપીઓને બચાવી અને છાવરવાની કામગીરી જો પોલીસની કામગીરી ગણાતી હોય તો તેને ખુલ્લા પાડવાનું કામ પત્રકારોનું હોય છે જે અને તે કોઇ પણ માધ્યમની સામાજીક ફરજ છે. સત્તાનાં કાન મરડવાની તાકાતને કારણે જ પત્રકારત્વ ભારતની ચોથી જાગીર છે અને આ કામ અમે કર્યું છે. હોસ્પિટલના અગ્નિકાંડમાં આરોપીઓને સહેજ પણ તકલીફ પડે, ત્યારે પોલીસને આટલી બધી ચિંતા થાય છે. જ્યારે જીવતા ભૂંજાઈ ગયેલા દર્દીઓની ચીસો સાંભળી અને અમારો આત્મા ડંખે છે કે, આવા ગુનેગારોને પોલીસ સ્ટેશનમાં ખાસ ટ્રીટમેન્ટ આપવામાં આવે. આ પત્રકારોને જણાવ્યું હતું કે પોલીસ પાસે આઈપીસીની કલમ હથિયાર છે ત્યારે અમારી પાસે અમારી લખવાની કલમનું હથિયાર છે જેથી અમે પણ અન્યાય સામે લડાઈ લડવા તૈયાર છીએ.

રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં શહેરના એક અખબારના પત્રકાર મહેન્દ્રસિંહ જાડેજા, પ્રતિપાલસિંહ ગોહિલ પ્રકાશભાઈ રમેશભાઈ અને ઇમરાન હોથી વિરૂદ્ધ આઈપીસીની કલમ 186, 114 જીપીએની કલમ 120 અને આઇટી એકટ 72એ, 84 હેઠળ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. આ ફરિયાદ હેડ કોન્સ્ટેબલ જીગ્નેશ મનુભાઈ ગઢવીએ નોંધાવેલી છે. આ ફરિયાદ મુજબ  આરોપી તબીબો ડોક્ટર પ્રકાશ મોઢા, ડોક્ટર વિશાલ મોઢા, ડોક્ટર તેજસ કરમટાને તપાસ માટે રાજકોટ પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા. 1 ડિસેમ્બરે વહેલી સવારે સાડા ચાર કલાક કે પોલીસ ઈન્સપેક્ટરે આરોપીઓને તપાસ માટે બોલાવ્યા હતા, ત્યારે લોકઅપ માંથી બહાર કાઢવામાં આવ્યા હતા. સવારે પાંચ વાગ્યે બે વ્યક્તિઓ આવી અને ફોનમાં લોકઅપ તેમજ પોલીસ સ્ટેશનમાં ફોટોગ્રાફી તેમજ વિડીયોગ્રાફી કરવા માંડ્યા હતા. જ્યારે આ લોકોને ના પાડવામાં આવે ત્યારે પણ તે લોકોએ કામ ચાલુ રાખ્યું હતું અને બે જણા આવી ફોટોગ્રાફી અને બે જણાએ વિડીયોગ્રાફી કરી હતી પછી જતા રહ્યા હતા. બે ડિસેમ્બરે આ સમાચાર પ્રસિદ્ધ થયા બાદ પોલીસને બદનામ કરવાની કોશિશ અને ક્ષતી પહોંચાડવાના ઈરાદાથી સોશિયલ મીડિયામાં આ લોકોએ વાયરલ કર્યા હોવા અંગેની નોંધ કરવામાં આવી છે.

BANASHKANTHA: બનાસકાંઠામાં રૂ.241.34 કરોડની સિપુ જૂથ યોજનાનું મુખ્યમંત્રીએ…

જો આ કાર્ય પ્રતિબંઘીત હોય તો કેમ ત્યાં આવું કરવા દેવામાં આવ્યું અને કેમ જ્યારે પોલીસનાં કહેવા પ્રમાણે પોલીસ સ્ટેશનમાં ગુનો આચરવામાં આવી રહ્યો હતો, ત્યારે કોઇ પોલીસવાળાએ તેમને રોકી અને અટકાયત ન કરી. શું પોલીસ ગુનો બને અને કહેવાતા ગુનેગારો ત્યાંથી ચાલી નિકળે તેની રાહ જોઇ રહી હતી કે, પોલીસને પછીથી જ્યારે માધ્યમોમાં આવ્યુ અને લોકો પ્રશ્ન પુછતા થયા ત્યારે ભાન થયુ કે થઇ રહ્યુ હતું તે તો ગુનો હતો….કે બીજૂ કંઇ…..

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…