Gir Somnath News/ ‘ત્રેવડ હોય તો ભાજપ નેતાઓનાં દબાણો હટાવો’: સોમનાથમાં ડિમોલિશનનો વિરોધ કરી રહેલા કોંગ્રેસ MLA વિમલ ચૂડાસમા સહિત 15ની અટક

આ જમીન પર 70થી વધુ રહેણાક મકાનોનું દબાણ હતું

Top Stories Gujarat
Beginners guide to 2025 04 04T225834.458 ‘ત્રેવડ હોય તો ભાજપ નેતાઓનાં દબાણો હટાવો’: સોમનાથમાં ડિમોલિશનનો વિરોધ કરી રહેલા કોંગ્રેસ MLA વિમલ ચૂડાસમા સહિત 15ની અટક

Gir Somnath News : સોમનાથમાં ડિમોલિશનનો વિરોધ કરી રહેલા કોંગ્રેસના MLA  વિમલ ચૂડાસમા સહિત 15ની અટક કરવામાં આવી હતી. ગીર સોમનાથ જિલ્લામાં કલેક્ટરના આદેશથી દબાણ હટાવો ઝુંબેશ ચાલો રહી છે. આજે સોમનાથમાં ગુડલક સર્કલ સામે આવેલી સરકારી જમીન સર્વે નંબર 831 પર તંત્ર દ્વારા મોટું ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે. આ જમીન પર 70થી વધુ રહેણાક મકાનોનું દબાણ હતું. તંત્ર દ્વારા દબાણકારોને અગાઉ નોટિસ આપવા છતાં તેમણે મકાનો ખાલી કર્યાં ન હતાં. આજે વહેલી સવારે પ્રાંત અધિકારી વિનોદ જોશી, મામલતદાર શામળા, નગરપાલિકા ચીફ ઓફિસર પાર્થિવ પરમાર સહિત રેવન્યુ તંત્ર દ્વારા જડબેસલાક પોલીસ-બંદોબસ્ત સાથે ડિમોલિશન શરૂ કરવામાં આવ્યું હતું.

Beginners guide to 2025 04 04T225921.716 ‘ત્રેવડ હોય તો ભાજપ નેતાઓનાં દબાણો હટાવો’: સોમનાથમાં ડિમોલિશનનો વિરોધ કરી રહેલા કોંગ્રેસ MLA વિમલ ચૂડાસમા સહિત 15ની અટક

આ સમયે સોમનાથના કોંગ્રેસ ધારાસભ્ય દબાણકારોના સમર્થનમાં આવ્યા હતા અને મામલતદાર તેમજ પોલીસ સાથે બોલાચાલી કરી હતી. મામલતદાર અને પોલીસે તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, જોકે તેઓ ન સમજતાં તેમની અટકાયત કરવામાં આવી હતી. વિમલ ચૂડાસમાએ કલેક્ટર પર પ્રહાર કરતાં કહ્યું હતું કે તમારામાં ત્રેવડ હોય તો ભાજપના નેતાઓનાં દબાણો પર બુલડોઝર ફેરવો.દબાણકારોએ કર્યો વિરોધ, MLA વિમલ ચૂડાસમા પણ દબાણકારોના સમર્થનમાં આવ્યા ગુડલક સર્કલ સામે આવેલી સરકારી જમીન ઉપર 70 જેટલાં દબાણોના વીજ-કનેક્શન ત્રણ દિવસ પહેલાં જ કાપી નાખવામાં આવ્યાં હતાં અને આજે ડિમોલિશન શરૂ કરવામાં આવ્યું હતું.

આ દરમિયાન દબાણકારો વિરોધપ્રદર્શન પર ઊતરી આવ્યાં હતા અને મહિલાઓએ રોડ ઉપર સૂઈ જઈને દબાણ હટાવ કામગીરીમાં અવરોધ ઊભો કર્યો હતો. સોમનાથના કોંગ્રેસ ધારાસભ્ય વિમલ ચૂડાસમા પણ ડિમોલિશન સ્થળે દોડી આવ્યા હતા અને વિરોધપ્રદર્શન કરી રહેલા દબાણકારો સાથે જોડાયા હતા.કોર્ટે ડિમોલિશન વિરુદ્ધ નોટિસ ઇસ્યુ કરી છે અને પોલીસ પાસે ડિમોલિશનનો કોઈ ઓર્ડર નથી : વિમલ ચૂડાસમા ધારાસભ્ય વિમલ ચૂડાસમાએ જણાવ્યું હતું કે 70થી વધુ મકાનધારકો વર્ષોથી અહીં રહે છે. નગરપાલિકા તેમની પાસેથી વેરા પણ વસૂલ કરે છે. પોતાના નામના વીજ-કનેક્શન પણ ધરાવે છે છતાં તંત્ર દ્વારા મનસ્વી રીતે ડિમોલિશન કરી રહ્યું છે.

Beginners guide to 2025 04 04T225902.130 ‘ત્રેવડ હોય તો ભાજપ નેતાઓનાં દબાણો હટાવો’: સોમનાથમાં ડિમોલિશનનો વિરોધ કરી રહેલા કોંગ્રેસ MLA વિમલ ચૂડાસમા સહિત 15ની અટક

આ ડિમોલિશન સામે કોર્ટે નોટિસ પણ ઈસ્યુ કરી છે અને પોલીસ પાસે ડિમોલિશનનો કોઈ ઓર્ડર પણ નથી.કલેક્ટર ભાજપના એજન્ટ, તેમને મંદિર, મસ્જિદ, ગૌશાળા અને ગરીબ માણસો પણ નડે છે : વિમલ ચૂડાસમા કલેક્ટર પર પ્રહારો કરતાં વિમલ ચૂડાસમાએ જણાવ્યું હતું કે કલેક્ટરને મંદિર, મસ્જિદ, ગૌશાળા અને ગરીબ માણસો પણ નડે છે. કલેકટર ભારતીય જનતા પાર્ટીના એજન્ટ છે અને તેના ઈશારે કામ કરી રહ્યાં છે અને ગરીબોને હેરાન કરી રહ્યા છે. આજે હોટલો, બિલ્ડિંગો ગેરકાયદે બની ગઈ છે, ત્યાં પાર્કિંગની વ્યવસ્થા પણ નથી અને તે ભારતીય જનતા પાર્ટીના કોન્ટ્રેક્ટરો છે. તમારામાં ત્રેવડ હોય તો તેનાં દબાણો હટાવો.

સોમનાથની પ્રજા વર્ષોથી શાંતિપૂર્વક રહેતી હતી અને આ કલેકટરે આવીને શાંતિ બગાડી નાખી છે.વિમલ ચૂડાસમા સહિત 15ની અટકાયત પ્રારંભિક તબક્કે રેવન્યુ અને પોલીસતંત્ર દ્વારા ધારાસભ્ય વિમલ ચૂડાસમા સહિત દબાણકારોને સમજાવટનો ખૂબ પ્રયાસ કર્યો હતો, પરંતુ તંત્રની સમજાવટ બાદ પણ દબાણકારોએ વિરોધપ્રદર્શન યથાવત્ રાખતાં અંતે પોલીસે હળવો બળપ્રયોગ કર્યો હતો અને ધારાસભ્ય વિમલ ચૂડાસમા સહિત 15થી વધુ લોકોની અટકાયત કરી હતી.

Beginners guide to 2025 04 04T225849.452 ‘ત્રેવડ હોય તો ભાજપ નેતાઓનાં દબાણો હટાવો’: સોમનાથમાં ડિમોલિશનનો વિરોધ કરી રહેલા કોંગ્રેસ MLA વિમલ ચૂડાસમા સહિત 15ની અટક

ધારાસભ્ય વિમલ ચૂડાસમાને પોલીસ દ્વારા બળજબરીથી સ્થળ પરથી દૂર લઈ જઈ LCB કચેરી ખાતે લઈ જવામાં આવ્યાં હતા. આ સમયે પણ પ્રાંત અધિકારી વિનોદ જોશી દ્વારા ધારાસભ્ય વિમલ ચૂડાસમાને સહકાર આપવા વિનંતી કરી હતી. સ્થળ પર ટોળાં વિખેર્યા બાદ તંત્ર દ્વારા બુલડોઝર શરૂ કરી દેવામાં આવ્યું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સુરતમાં છ વર્ષની બાળકીનું અપહરણ કરી પાશવી બળાત્કાર : ત્રણ દિવસમાં બળાત્કારના પાંચ બનાવથી ખળભળાટ

આ પણ વાંચો:‘બળાત્કારીને નપુંસક બનાવો, શિવાજી મહારાજેના પણ હાથ-પગ કપાવી નાખ્યા હતા’

આ પણ વાંચો:વડોદરામાં MS યુનિવર્સિટીની વિદ્યાર્થિની પર વિધર્મી વકીલનો બળાત્કાર, ગર્ભ રહેતા નોંધાવી ફરિયાદ