ખાડામાં રોડ/ સાણંદ જીઆઈડીસી તરફ જવાનો મુખ્ય માર્ગ ઘણા સમયથી બિસ્માર, સતત તોળાતો અકસ્માતનો ભય

ચંદ્ર ગ્રહ ઉપર જવા માંગો છો તો એક આંટો ચોક્કસથી સાણંદના જીઆઇડીસી રોડ ઉપર મારી આવજો, ચંદ્રની સપાટી ઉપર વાહન ચલાવવાનો પણ અનુભવ થઇ જશે.

Top Stories Gujarat Others

રાજ્યમાં વરસાદની સિઝન શરૂ થતાં જ રોડ અને રસ્તાઓ તૂટવાનું શરૂ થઈ જાય છે. અને રોડ પર દેખાય છે માત્ર ખાડા. આ એક વર્ષો જૂની સમસ્યા છે. પરંતુ તેનું નિરાકરણ ક્યારે આવશે એ કોઈ કહી શકે તેમ નથી. નાના ગામડા હોય કે શહેરની જનતા બધા જ ચોમાસુ શરૂ થતાં રોડ અને રસ્તા પર પડેલા ખડાની સમસ્યાથી હેરાન પરેશાન થાય છે.

વરસાદ આવતા જ રોડ બનાવવામાં વપરાતો ડામર જાણે પાણી સાથે ક્યાં ગાયબ થઈ જાય છે. ખબર જ નથી પડતી અને રસ્તાઓ પર વધે છે માત્ર પાણી ભરેલા ખાડા અને છૂટાછવાયા કાંકરા અથવા કપચી. ખાડાઓથી નારાજ લોકો મજાકમાં કહે છે રસ્તા બનાવ્યા છે કે સ્વિમિંગ પુલ. વરસાદી પાણી એકાએક ભરાવાના કારણે ખાડાની ખબર ન હોવાથી લોકો પડી જાય છે.

સાણંદ જીઆઈડીસી

સાણંદ જીઆઈડીસી તરફ જવાનો મુખ્ય માર્ગ ઘણા સમયથી બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે. જોકે આ વિસ્તારમાં 500થી પણ વધુ કંપનીઓ આવેલી છે. રસ્તાઓ પર પણ અનેક ખાડાઓ પડી ગયા છે. જેના કારણે અકસ્માત થવાનો પણ રાહદારીઓને ભય હોય છે. જોકે તંત્રને અનેકવાર રજૂઆત કરવા છતાં નિરાકરણ ન આવવાને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

સાણંદ જીઆઇડીસી ગેટ નંબર 1 થી બોર ગામ તરફ જવાનો રસ્તો છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમાં છે આ વિસ્તારમાં 500થી પણ વધુ કંપની ઓ આવેલી છે અહીંના રોડ ઉપર મોટા મોટા ખાડા પડી ગયા છે ખાડાની સાથે રોડની કપચી બહાર આવી ગઈ છે જેના કારણે થઈને વાહન ચાલકોને હાલાકી પડી રહી છે બિસ્માર રસ્તા ઓ ના કારણે અહીંયા અકસ્માત નો ભય રહેલો છે બોર ગામ , રસુલપુરા , રૂપાવટી અને ચરલ ગામના લોકોના પરિવહન નો આ મુખ્ય માર્ગ છે આ રોડ ઉપર લાઇટ ન હોવાના કારણે આ જોખમી ખાડાઓના લીધે રાત્રિના સમયે નોકરી પરથી છૂટીને જતાં ટુ વ્હીકલ ચાલકો ખાડામાં પડ્યા હોવાની અગાઉ ઘટનાઓ બની ચૂકી છે. હાલ ચોમાસાની સિઝનમાં રોડ પર ખાડામાં પાણી ભરાઈ જવાના કારણે અકસ્માતની સ્થાનિકોને ભીતિ રહેલી છે.છેલ્લા 6 મહિના થી આ રોડ ની હાલત દયનિય છે જેના લીધે વાહન ચાલકો અહીંયા થી ડરતા ડરતા પસાર થાય છે.

આવા તૂટેલા રોડ પર વાહન ચલાવવાની મજા જ કાઇ અલગ છે. આ તૂટેલા રસ્તાઓ પર ક્યાંક વચ્ચોવચ કે ધારથી વાહનો ઝિગઝેગ રીતે ચાલે છે. તો કેટલાક કિસ્સામાં ટ્રાફિક પોલીસ ને પણ મદદ રૂપ સાબિત થઈ રહ્યા છે. પાણીથી ભરેલો ખાડો એ ઘણીવાર મોતને સીધું આમંત્રણ પણ આપી દે છે. આ ખાડા તો સીધા જાણે હાડકાના ડોક્ટરની ઓપીડી જ વધારી રહ્યા છે. કરોડરજ્જુને લગતા દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. કેટલાક દર્દીઓ નસોમાં ધબકારા વધવા, સ્લીપ ડિસ્ક જેવી ફરિયાદો સામાન્ય બની ગઈ છે. ધીમી ગતિએ વાહન ચલાવવામાં આવે અને ખાડાઓથી બચવામાં આવે તો આ પ્રકારની મુશ્કેલી ટાળી શકાય છે. આવા રોડ ઉપર વાહન ધીમે હાંકો જેવા બોર્ડ મારવાની જરૂર જ નથી પડતી. રોડ પર ખાડાઓ જોઈ વાહન ચાલક જાતે જ વાહન ધીમે હંકારવાનું શરૂ કરી દે છે. તો ક્યારેક આવા રસ્તાઓ ટ્રાફિક જામનું કારણ પણ બની જાય છે. તો આવા ખાડા વાળા રોડ અને રસ્તા કેટલીકવાર અકસ્માતનું પણ કારણ બને છે.