આણંદ જીલ્લામાં છેલ્લા બે માસથી કોરોના સંક્રમણ બેકાબુ બન્યો છે. જેના કારણે કોવીડ હોસ્પિટલોમાં ૧૪૫૦ જ્યારે કોવીડ સેન્ટરોમાં પણ બેડ ભરેલા જાેવા મળતા હતા અને હોમ આઈસોલેશનમાં ૪૦૦ થી વધુ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. જાેકે છેલ્લા ત્રણ દિવસથી સતત કોરોનાના કેસ ઘટી રહ્યા છે. ગુરૂવારે તો ૩૭ દિવસ બાદ ૫૦ થી ઓછા પોઝીટીવ કેસ નોંધાયા છે. જે આનંદની વાત છે અને હાલમાં માત્ર સરકારી હોસ્પિટલો અને કોવીડ હોસ્પિટલોમાં માત્ર ૮૦૭ દર્દીઓ સારવાર હેઠળ છે. આમ હાલમાં ૧૨૦૦ થી વધુ બેડ હોસ્પિટલમાં ખાલી જાેવા મળી રહ્યા છે. જે આણંદ જીલ્લા વહીવટી તંત્ર સહિત સૌ કોઈ માટે આનંદની વાત છે. પરંતુ આગામી દિવસોમાં સાવચેતી રાખવી જરુરી છે. નહિ તો એક માસ પછી પુનઃ આવી પરિસ્થિતિનું નિર્માણ થવાની સંભાવના ડોકટરોએ વ્યક્ત કરી છે.
આણંદ જીલ્લામાં મ્યુકર માઈકોસિસના કેસ પણ વધી રહ્યા છે. હાલમાં ૫૦ થી વધુ દર્દીઓ આણંદની જુદી જુદી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે અને ચાર થી વધુ વ્યક્તિઓના મોત નીપજ્યા છે. જાેકે અત્યાર સુધી મ્યુકર માઈકોસિસ પાછળ કોરોના દર્દીઓએ ઓકસીજન પર વેન્ટીલેટર પર ૧૫ થી ૨૦ દિવસ રહ્યા હોવાના કારણે મોં બંધ થઈ જતા ફુગ ઉત્પન્ન થતા શરીરમાં મોં, આંખ અને નાક તથા મગજના ભાગને અસર કરતા કેસો જાેવા મળ્યા હતા. પરંતુ ચિંતનો વિષય એ બની ગયો છે કે રાજકોટમાં ૧૬-૧૭ વર્ષની કિશોરી પણ બ્લેક ફંગસની ઝપેટમાં આવી ગઈ છે. તેને કે તેના પરિવારના સભ્યને અગાઉ કોઈ કોરોના થયો ન હતો. પરંતુ ડોકટરોનું માનવું છે કે આ કિશોરીની રોગ પ્રતિકારક શક્તિ જે તે સમયે સારી હશે અને કોરોના થયો હશે પરંતુ મટી ગયો હશે. જેને કારણે હાલમાં બ્લેક ફંગસની ઝપેટમાં આવી હોવાની શક્યતા વર્તાઈ રહી છે. આમ હવે બ્લેક ફંગસ કોઈપણ વ્યક્તિને થઈ શકે. તેવી સંભાવનાઓ વર્તાઈ રહી છે. ત્યારે દરેક વ્યક્તિએ બ્લેક ફંગસથી બચવા માટે કોવીડ સહિતના નિયમોનું પાલન કરવું જાેઈએ અને દિવસમાં બે થી ત્રણ વાર મોં સાફ કરવું, ગરમ પાણી પીવું અને શક્ય હોય ત્યાં સુધી માસ્ક પહેરીને જ ઘરની બહાર નીકળવું. તો જ કોરોના કે અન્ય વાયરસથી બચી શકાય અને હાલમાં કેટલાક સમાજમાં લગ્ન સીઝન દરમિયાન માનવ મહેળામણ એકત્ર કરવામાં આવે છે તે પણ ગેરવ્યાજબી છે. ધાર્મિક, સામાજીક કાર્યક્રમો હાલ પુરતા ટાળવા જાેઈએ તો જ વાયરસની સામે ટક્કર આપી શકે છે તેમ માનવું છે.
હાલમાં કોરોની બીજી લહેર ચાલી રહી છે ત્યારે સૌથી વધુ યુવા પેઢી તેની ઝપેટમાં આવી તેનું મુખ્ય કારણ યુવાનોની રોગ પ્રતિકારક શક્તિ સારી હોય છે અને તેઓ બજારમાં ગમે તેમ ફરતા હોય છે. માસ્ક તથા સોશ્યલ ડીસ્ટન્સ સહિતના નિયમોનું ઉલ્લઘંન કરે છે. તેના કારણે તેઓ કોરાનાની ઝપેટમાં આવી જાય છે. છેલ્લા બે માસમાં ૦ થી ૧૬ વર્ષના ૧૮૦ થી વધુ બાળકો કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. તે પણ એક ચિંતાનો વિષય છે. જ્યારે સંભવિત ત્રીજી લહેરની શક્યતાઓ જાેવાઈ રહી છે. જેમાં બાળકો અને યુવા પેઢી વધુ ઝપેટમાં આવે તેવી સંભાવનાઓ ડોકટરો દ્વારા વ્યક્ત કરાઈ છે ત્યારે બાળકોને કોરોના સંક્રમણથી બચાવવા માટે સગર્ભા મહિલાઓએ પણ તકેદારી રાખવી પડશે. નહિ તો બાળક જન્મતાની સાથે જ વાયરસ લઈને જન્મશે તેમ બાળ રોગના નિષ્ણાંતોનું માનવું છે.
આણંદ જિલ્લામાં કોરોના સંક્રમણ ધાતક સ્વરૂપ હાલ જાેવા મળી રહ્યો છે. જેમાં બાળકો પણ બાકી રહ્યાં નથી. એપ્રિલ- મે માસમાં ૦ થી ૧૪ વર્ષના ૪૧ અને તે અગાઉ ગત એપ્રિલ ૨૦૨૦ થી માર્ચ ૨૦૨૧ના ૧૧ માસગાળા દરમિયાન માત્ર ૧૪ બાળકો ઝપડેમાં આવ્યા હતા. જયારે છેલ્લા દોઢ માસમાં માતા ગર્ભમાંથી વાયરસ સાથે જન્મેલા ત્રણે બાળકોની સારવાર આણંદની એક ખાનગી હોસ્પિટલમાં કરવામાં આવી છે. ત્યારે આવનાર સમયમાં કોરોના સંક્રમણ વધુ ભયંકર રૂપ ધારણ કરે તેવી સંભાવના છે. ત્યારે સર્ગભા અને માતાઓ પોતાના બાળકને સંક્રમણથી બચવવા માટે તકેદારી નહીં રાખે તો કોરોના ઝપેટમાં આવવાની સંભાવના છે. આ ઉપરાંત જિલ્લામાં અગાઉના ૧૧ માસમાં ૫ થી ૧૪ વર્ષના માત્ર ૪૮ બાળકો કોરોના ભોગ બન્યો હતો. જયારે એપ્રિલ-મેના ૫૫ દિવસમાં ૧૮૦ બાળકો કોરોનાની ઝપેટમાં આવી ગયા છે.
