Not Set/ ટીમ ઈન્ડિયાએ ટોસ જીતી પહેલા બોલિંગ કરવાનો કર્યો નિર્ણય

ભારતીય ક્રિકેટ ટીમ આ દિવસોમાં ઓસ્ટ્રેલિયાનાં પ્રવાસ પર છે. બંને ટીમો વચ્ચે ત્રણ મેચની ટી-20 આંતરરાષ્ટ્રીય શ્રેણીની ત્રીજી અને છેલ્લી મેચ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાઇ રહી છે. ટીમ ઈંડિયાએ ટોસ જીતીને કેપ્ટન વિરાટ કોહલીએ પ્રથમ બોલિંગનો નિર્ણય લીધો છે. ટીમ ઈન્ડિયાનાં પ્લેઇંગ ઇલેવનમાં કોઈ ફેરફાર થયો નથી, જ્યારે આ મેચમાં ઓસ્ટ્રેલિયાનાં કેપ્ટન એરોન ફિંચ […]

Top Stories Sports

ભારતીય ક્રિકેટ ટીમ આ દિવસોમાં ઓસ્ટ્રેલિયાનાં પ્રવાસ પર છે. બંને ટીમો વચ્ચે ત્રણ મેચની ટી-20 આંતરરાષ્ટ્રીય શ્રેણીની ત્રીજી અને છેલ્લી મેચ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાઇ રહી છે. ટીમ ઈંડિયાએ ટોસ જીતીને કેપ્ટન વિરાટ કોહલીએ પ્રથમ બોલિંગનો નિર્ણય લીધો છે. ટીમ ઈન્ડિયાનાં પ્લેઇંગ ઇલેવનમાં કોઈ ફેરફાર થયો નથી, જ્યારે આ મેચમાં ઓસ્ટ્રેલિયાનાં કેપ્ટન એરોન ફિંચ રમી રહ્યા છે.

ટીમ ઇન્ડિયાએ પ્રથમ બે મેચ જીતીને શ્રેણીમાં 2-0થી અગમ્ય લીડ મેળવી લીધી છે. હવે ભારતની નજર ક્લીન સ્વીપ પર રહેશે. આ પહેલા ઓસ્ટ્રેલિયાએ વનડે આંતરરાષ્ટ્રીય શ્રેણી 2-1 થી જીતી લીધી હતી. પાછલી મેચમાં ફિન્ચને ઈજા થઈ હતી અને તેની જગ્યાએ મેથ્યુ વેડને ટીમની કમાન સોંપવામાં આવી હતી.

હેડ ટૂ હેડ

ટી-20 ક્રિકેટમાં ભારત અને ઓસ્ટ્રેલિયા 22 વખત એક બીજાનો સામનો કરી ચૂક્યા છે, જેમાંથી ભારતે 13 મેચ જીતી છે, જ્યારે ઓસ્ટ્રેલિયા 8 મેચ જીતી ચૂક્યુ છે. એક મેચ અનિર્ણાયક રહી છે. એટલે કે, ટી-20 ફોર્મેટમાં ભારતની ટીમે ઓસ્ટ્રેલિયા પર વર્ચસ્વ જમાવ્યું છે.

ભારત

ઓસ્ટ્રેલિયા

ભારતે પ્રથમ મેચમાં પોતાના 161 રનનાં સ્કોરનો બચાવ કર્યો અને બીજી મેચમાં 195 રનનાં લક્ષ્યાંકને સફળતાપૂર્વક હાંસલ કર્યો. ત્રીજી મેચ સિડનીમાં યોજાવાની છે. ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયન મેદાન પર બીજી વખત ત્રણ મેચની ક્લિન સ્વીપ કરવા મેદાને ઉતરશે. મહેન્દ્રસિંહ ધોનીની કેપ્ટનશીપમાં ભારતે ઓસ્ટ્રેલિયામાં 2015–16 માં ત્રણ મેચની શ્રેણી 3-0 થી ક્લિન સ્વીપ કરી હતી.

બંને દેશો વચ્ચેની ઓસ્ટ્રેલિયા ટૂરમાં અગાઉની ત્રણ મેચની શ્રેણી 1-1 થી બરાબર રહી હતી. ટી-20 માં ભારતે સતત 10 જીત મેળવી છે. ટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઇન્ડીઝને ત્રણ, ન્યૂઝીલેન્ડને પાંચ અને ઓસ્ટ્રેલિયાને બે મેચમાં પરાજય આપ્યો છે. તે ટી-20 માં અફઘાનિસ્તાનનાં બીજા શ્રેષ્ઠ પ્રદર્શનની બરાબરી કરતા એક જીતથી દૂર છે. અફઘાનિસ્તાને 2018-19માં સતત 12 ટી-20 અને 2016-17માં સતત 11 મેચ જીતી હતી.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો