Not Set/ શરીરમાં ગરમાવો આપતી ગુંદર-ગંઠોડાની રાબ શિયાળાનો બુસ્ટર ડોઝ

શરીરમાં ગરમાવો આપતી આ રાબ શિયાળાનો બુસ્ટર ડોઝ છે. ➡️ રાબ બનાવવા માટેની સામગ્રી: 100 ગ્રામ ગુંદર 50 ગ્રામ કાજુ 50 ગ્રામ બદામ 50 ગ્રામ પિસ્તા 50 ગ્રામ શિંગોડાનો લોટ 3 ચમચી સૂંઠ પાવડર 2 ચમચી ગંઠોડા પાવડર 1 ચમચી ખસખસ 2 ચમચી મગજતરી 100 ગ્રામ ઘી ગુંદર તળવા માટે 100 મિલી પાણી 1 ચમચી […]

Health & Fitness Lifestyle

શરીરમાં ગરમાવો આપતી આ રાબ શિયાળાનો બુસ્ટર ડોઝ છે.

➡️ રાબ બનાવવા માટેની સામગ્રી:
100 ગ્રામ ગુંદર
50 ગ્રામ કાજુ
50 ગ્રામ બદામ
50 ગ્રામ પિસ્તા
50 ગ્રામ શિંગોડાનો લોટ
3 ચમચી સૂંઠ પાવડર
2 ચમચી ગંઠોડા પાવડર
1 ચમચી ખસખસ
2 ચમચી મગજતરી
100 ગ્રામ ઘી ગુંદર તળવા માટે
100 મિલી પાણી
1 ચમચી ગોળ
2-3 ચમચી રાબ પાવડર

➡️ રાબ બનાવવા માટેની રીત:

૧.સૌપ્રથમ ગુંદર તડકામાં 2-3 કલાક તપાવી લો. કાજુ,બદામ, મગજતરી,અખરોટ અને પિસ્તા 5 થી 7 મિનિટ માટે ધીમા તાપે શેકી લો. ઠંડુ થાય એટલે પાવડર કરી લો.

૨.હવે એક પેનમાં થોડું થોડું ઘી ગરમ કરી તેમાં ગુંદર તળી લો.

૩.હવે એ જ પેનમાં શિંગોડાનો લોટ 5 થી 7 મિનિટ સુધી બદામી રંગનો થાય ત્યાં સુધી શેકી લો.

૪.હવે તળેલો ગુંદર, ડ્રાય ફ્રુટ પાવડર અને બાકીની સામગ્રી ભેગી કરી લો.ડબ્બામા ભરી સ્ટોર કરી લો.

૫.રાબ બનાવવા માટે 100 મિલી પાણી ગરમ કરવા મૂકવું અને ગોળ ઉમેરો. 2 મિનિટ બાદ 3 ચમચી રાબ પાવડર ઉમેરીને બરાબર મિક્સ કરી લો.2 મિનિટ બાદ ગેસ બંધ કરી ગરમ ગરમ રાબ સર્વ કરો.