ગુજરાત રાજ્યમાં ભાજપને મજબુત ના હેતુ સાથે સી. આર. પાટીલ દ્વારા અરુ કરવામાં લી મુહીમમાં સીએમ રૂપાણી એ તેમના પત્ની પણ જોડાયા છે.
સી. આર. પાટીલે જ્યારથી ગુજરાત ભાજપ પ્રમુખ તરીકેની જવાબદારી સ્વીકારી છે ત્યારથી લઈને અત્યાર સુધી તેઓ સતત કાર્યકર્તાઓ અને નેતાઓને પેજ કમિટી તૈયાર કરવા માટે જણાવી રહ્યા છે. અને પેજ કમિટિ તૈયાર કરવાના પરિણામે દિવાળી પહેલા યોજાયેલ પેટા ચૂંટણીમાં ભાજપની તમામ બેઠકો પર જંગી જીત થઇ હતી. ત્યારે ગુજરાત ભાજપના કાર્યકર્તાઓ તથા નેતાઓ સંગઠનને વધુ મજબૂત કરવા માટે ભજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની હાકલમાં સંપૂર્ણ સમર્થન આપી રહ્યા છે.
ગુજરાત રાજ્યનાં માનનીય સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી @vijayrupanibjp જીએ પેજ પ્રમુખ તરીકે પેજ કમિટીની રચનાનું કાર્ય પૂર્ણ કરી આપણને સૌને એક પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે.
— C R Paatil (@CRPaatil) December 10, 2020
માનનીય મુખ્યમંત્રીશ્રીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. pic.twitter.com/S2jDBkwrA6
મહિલાઓનાં માર્ગદર્શક તેમજ રાજકોટ શહેર ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચાનાં પ્રભારી શ્રીમતી અંજલીબેન વિજયભાઇ રૂપાણીજીએ પેજ પ્રમુખ તરીકે પેજ કમિટીની રચનાનું કાર્ય પૂર્ણ કરી ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
— C R Paatil (@CRPaatil) December 10, 2020
શ્રીમતી અંજલીબેનનો આભાર વ્યક્ત કરું છું. pic.twitter.com/easOQfLhFb
સંગઠનને વધુ મજબૂત અને અસરકાર બનાવવા માટે સીએમ રૂપાણી પણ પ્રદેશ અધ્યક્ષની આ મુહીમમાં જોડાયા છે. જે અંતર્ગત સીએમ રૂપાણી રાજકોટ વોર્ડ નં 10 ના ભાજપના પેજ પ્રમુખ બન્યા છે. આ સાથે સીએમ રૂપાણીના પત્ની અંજલીબેન રૂપાણી પણ રાજકોટ વોર્ડ નં 10 ના બૂથ નં 2 ના પેજ પ્રમુખ બન્યા છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
