Budget/ રાજકોટ જિલ્લા પંચાયતની આજે કારોબારી બેઠક, 270 કરોડનું સુધારેલું બજેટ મુકાશે

આજે રાજકોટ જિલ્લા પંચાયતની કારોબારી સમિતિની બેઠક મળવા જઇ રહી છે ત્યારે આ બેઠકમાં જિલ્લા પંચાયતનું સુધારેલું બજેટ રજૂ કરવામાં આવશે. જિલ્લા પંચાયતના અધ્યક્ષ ભાનુબેનની

Gujarat Rajkot
rajkot

આજે રાજકોટ જિલ્લા પંચાયતની કારોબારી સમિતિની બેઠક મળવા જઇ રહી છે ત્યારે આ બેઠકમાં જિલ્લા પંચાયતનું સુધારેલું બજેટ રજૂ કરવામાં આવશે. જિલ્લા પંચાયતના અધ્યક્ષ ભાનુબેનની અધ્યક્ષતામાં આખરી બેઠક મળશે જેમાં ગ્રામ્ય વિસ્તારના વિકાસ કામો માટે વધારે 7 કરોડની ફાળવણી કરવામાં આવશે. જિલ્લા પંચાયતના 2020-21ના બજેટ માટેનું કદ વધારીને 2716.13 કરવામાં આવ્યું છે. આજની બેઠકમાં આ સુધારેલું બજેટ રજૂ કરવામાં આવશે.આગામી 21મીએ પદાધિકારીઓની મુદત પૂરી થવાથી વહીવટદાર શાસન લાગુ થવા જઇ રહ્યું છે જેથી ચેરમેન તળપદા ની પણ આ પહેલી અને આખરી બેઠક બની રહેશે. ચૂંટાયેલી પાંખની મુદત પૂરી થાય તે પહેલાં વધુમાં વધુ કામ પોતાના વિસ્તારોના સભ્યો પાસે કરાવી શકે તે હેતુથી ત્રણ ત્રણ લાખની ફાળવણી કરવામાં આવશે.

#tradition / તુલસીજીનાં આ ઉપાયથી ઘરમાં એટલું ધન આવશે કે, સાત પેઢી રાજ કરશ…

આજની કારોબારી બેઠકમાં ઘણા બધા નિર્ણયો કરવામાં આવશે. જે અંતર્ગત સામાજિક ન્યાય નિધિમાં તબદીલ કરવાની રકમ 65 લાખ, ગામડાઓમાં વરસાદી પાણીના નિકાલ માટે 25 લાખ, દેશની સુરક્ષા માટે શહીદ થયેલા સૈનિક પરિવારને એક લાખ ચૂકવવા માટેપાંચ લાખની જોગવાઈ, શ્રેષ્ઠ ગ્રામ પંચાયતની પસંદગી માટે 22 લાખની જોગવાઈ, ઉત્તમ તાલુકા પંચાયત પ્રોત્સાહન યોજના માટે પાંચ લાખ વિકાસ કામો માટે સાત કરોડ શાળામાં પીવાના પાણી માટે 10 લાખ, શાળામાં બ્લોક માટે 20લાખ, આરોગ્યલક્ષી સાધનોની ખરીદી માટે પાંચ લાખ, બીમારી સબબ સામૂહિક સહાય માટે પાંચ લાખ, મોડેલ આંગણવાડી બનાવવા માટે 15 લાખ, આંગણવાડી અને પૂર્વ પ્રાથમિક શાળાના સુધાર માટે 30 લાખ સહિતનું ચુકવણું કરવાનું આ બજેટમાં એલાન કરવામાં આવશે.

Belief / મૃત્યુ પહેલા માથાની પાસે કેમ રાખવામાં આવે છે આ 4 વસ્તુ, શું …

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…