છડેલા ઘઉંનો ખીચડો બનાવવા માટેની સામગ્રી –
૨૦૦ ગ્રામ છડેલા ઘઉં
૧૦૦ ગ્રામ તુવેરની દાળ
૧૦૦ ગ્રામ તુવેરનાં લીલવા
૫૦ ગ્રામ સીંગદાણા
જરૂર મુજબ પાણી
૨ ચમચા તેલ
૪ નંગ સૂકા લાલ મરચાં
૧ ચમચી અજમો
૧/૪ ચમચી હીંગ
૩ ટુકડા તજ
૩ નંગ લવિંગ
૨ ચમચી આદુ-મરચાંની પેસ્ટ
૧ ચમચી હળદર
સ્વાદાનુસાર મીઠું
જરૂર મુજબ કોથમીર
ડ્રાયફ્રૂટ્સ
કોપરાની છીણ
છડેલા ઘઉંનો ખીચડો બનાવવા માટેની રીત –
– સૌ પ્રથમ છડેલા ઘઉં, તુવેરનાં લીલવા તથા સીંગદાણાને હૂંફાળા ગરમ પાણીમાં ૬-૭ કલાક માટે પલાળી રાખો. તુવેરની દાળને પણ અલગ વાસણમાં પલાળવી.
– ત્યારબાદ તેને સરખી રીતે ધોઈને કૂકરમાં લો. તેમાં જરૂર મુજબ પાણી ઉમેરો.

– વઘાર કરવા માટે : એક તડકાપેનમાં તેલ, અજમો, સૂકા લાલ મરચાં, હીંગ, તજ, લવિંગ, આદુ-મરચાંની પેસ્ટ ઉમેરી થોડીવાર ફ્રાય કરીને આ વઘારને કૂકરમાં ઉમેરો. તેમાં હળદર તથા મીઠું ઉમેરી મિક્સ કરી કૂકરનું ઢાંકણ બંધ કરી 7 વિસલ થાય ત્યાં સુધી બાફો. કૂકરનું પ્રેશર ઓછું થાય પછી ઢાંકણ ખોલીને તૈયાર ખીચડા પર કોથમીર ભભરાવી ગરમાગરમ સર્વ કરો. આ ખીચડા પર કાચું સીંગતેલ રેડીને ખાઈએ તો વધુ સ્વાદિષ્ટ લાગશે. તો તૈયાર છે એકદમ ટેસ્ટી છડેલા ઘઉંની ખિચડો.
આ પણ વાંચો- શરદી ઉધરસથી બચાવશે આ ‘લીલી હળદરના લાડુ’
આ પણ વાંચો- અખરોટને પલાળીને ખાવાના ફાયદા, કંટ્રોલમાં આવી જશે આટલી તકલીફો
આ પણ વાંચો- શરીરમાં ગરમાવો આપતી ગુંદર-ગંઠોડાની રાબ શિયાળાનો બુસ્ટર ડોઝ
આ પણ વાંચો- આ 2 સરકારી સ્કીમોમાં પૈસા રોકીને કમાવી શકો છો શ્રેષ્ઠ વ્યાજ
