સલમાન ખાન રિયાલીટી શો Bigg Boss 11 માં નજર આવશે.સલમાન ખાન એકવાર ફરીથી નાના પડદા પર વાપસી કરવા માટે તૈયાર છે. સલમાન ખાન તમને ૧ ઓકટોબરે રાત્રે નવ વાગ્યે biggboss માં જોવા મળશે .સૌથી વધારે ચર્ચિત રિયાલિટી શો બિગબોસ સીઝન ૧૧ બહુ જલ્દી શરુ થવાની છે. જે રીતે સીઝનને લઈને ખબર આવી રહી છે, તેને જોઈ એવું લાગી રહ્યું છે કે આ સીઝન રોમાંચથી ભરપૂર હશે.બિગબોસની આ સીઝનમાં ઘરમાં અંડરગ્રાઉન્ડ જેલ હશે જ્યાં કેટલાક સિક્રેટ કન્ટેસ્ટંટને મોકલવામાં આવશે. જો કે, હજુ સુધી ફાઈનલ કન્ટેસ્ટંટનું લિસ્ટ સામે આવ્યું નથી
બિગબોસ સીઝન ૧૦ માં સેલિબ્રિટીઝ અને કોમનર્સ આ રિયાલીટી શોનો ભાગ બન્યા હતા. દસમી સીઝનમાં સેલિબ્રિટીઝ અને કોમનર્સને એકસાથે લાવવામાં આવ્યા હતા. તેની પહેલાની બધી સિઝનમાં બિગબોસનાં ઘરનો ભાગ ફક્ત સેલિબ્રિટી જ બન્યા છે. મનવીર ગુર્જર બિગબોસ ૧૦ નો વિજેતા બન્યો હતો.
