મધ્યપ્રદેશનાં ભોપાલથી ભાજપનાં લોકસભા સાંસદ સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુર આ અઠવાડિયે સ્વાસ્થ્યનાં કારણોસર કોર્ટની સુનાવણીમાં ભાગ લઈ શકશે નહીં. તે 2008 નાં માલેગાંવ બ્લાસ્ટ કેસમાં આરોપી છે. પ્રજ્ઞા સિંહ ઠાકુર સહિત અન્ય આરોપીઓને આ કેસમાં 2008 ની સુનાવણી દરમિયાન ટ્રાયલ કોર્ટમાં હાજર રહેવા આદેશ આપવામાં આવ્યો છે. નવા ન્યાયાધીશ પી.આર. સિંત્રે આ કેસની સુનાવણી એનઆઈએની વિશેષ અદાલતનાં અધ્યક્ષ સ્થાને કરશે. ટ્રાયલ કોર્ટે રોગચાળાને કારણે લાંબો સમય આ કેસ મુલતવી રાખ્યા બાદ આ મહિનાની શરૂઆતથી આ કેસમાં સુનાવણી શરૂ કરી દીધી છે. કોર્ટે આ કેસમાં સાક્ષીઓને સમન્સ આપવાનો નિર્ણય પણ કર્યો છે.

હાજર ન થવા પાછળ વકીલે શું આપ્યો જવાબ
ડિસેમ્બરની શરૂઆતમાં, એનઆઈએની કોર્ટે તમામ સાત આરોપીઓને કોર્ટમાં રૂબરૂ હાજર રહેવા આદેશ આપ્યો હતો. જો કે, ફક્ત ત્રણ આરોપીઓને જ રજુ કરવામાં આવ્યા હતા. પ્રજ્ઞા ઠાકુર, રમેશ ઉપાધ્યાય, સુધાકર દ્વિવેદી અને સુધાકર ચતુર્વેદી કોર્ટમાં હાજર થયા ન હોતા. આરોપીઓનાં વકીલોએ તેમના કોર્ટમાં રજુ ન થવા પાછળનું કારણ કોવિડ-19 ને લીધે આંતરરાષ્ટ્રીય મુસાફરી પરનાં પ્રતિબંધને બતાવ્યો હતો. જે બાદ કોર્ટે તમામ આરોપીઓને 19 ડિસેમ્બરનાં રોજ સમન્સ પાઠવવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ મુંબઈ આવતા પહેલા પ્રજ્ઞા ઠાકુર મેડિકલ તપાસ માટે દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને દાખલ થવા કહ્યું હતું.

પ્રજ્ઞા ઠાકુર એઈમ્સમાં થયા દાખલ
પ્રજ્ઞા ઠાકુરની જગ્યાએ ટ્રાયલ કોર્ટમાં હાજર થતાં તેમના વકીલ જે.પી.મિશ્રાએ કહ્યું, ‘સાધ્વીએ બે દિવસ માટે મુંબઈ આવવાનું નક્કી કર્યું હતું. તેણી અહીં 18 મી તારીખે રોકાવાના હતા અને ત્યારબાદ 19 મીએ જવાના હતા અને આ બે દિવસ માટે, એરપોર્ટની નજીકના સ્ટેટ ગેસ્ટહાઉસ નંદગિરીમાં પણ બુકિંગ કરવામાં આવ્યું હતું. પરંતુ તેણીની એઇમ્સમાં નિયમિત તપાસ માટે એપોઇન્ટમેન્ટ હતી અને જ્યારે તે ત્યાં ગયા ત્યારે ડોક્ટરોએ તેમને દાખલ થવા કહ્યું. જો કે, વકીલ જેપી મિશ્રાએ પ્રજ્ઞા સિંહ ઠાકુરની એઈમ્સમાં પ્રવેશ પાછળનાં કારણો વિશે વધુ વિગતો આપી ન હોતી. કેટલાક મહિનાઓ પહેલા પ્રજ્ઞા ઠાકુરને એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમને આંખનું ઓપરેશન કરવાનું કહેવામાં આવ્યું હતું. વળી 29 સપ્ટેમ્બર, 2008 નાં રોજ માલેગાંવ બ્લાસ્ટ કેસમાં 6 લોકો માર્યા ગયા હતા અને 100 થી વધુ લોકો ઘાયલ થયા હતા. અહી ઉત્તરી મહારાષ્ટ્રમાં મુંબઇથી લગભગ 270 કિલોમીટર દૂર આવેલા માલેગાંવમાં એક મસ્જિદ પાસે પાર્ક કરેલી મોટરસાયકલ પર બાંધેલા વિસ્ફોટકોમાં વિસ્ફોટ થયો હતો.
વિવાહ-2 : દુલ્હાએ સ્ટ્રેચર પર દુલ્હનને પહેરાવ્યું મંગલસુત્ર, જાણો શું છે ઘટના
સોનિયા ગાંધીએ બોલાવી કોંગી નેતાની ઇમરજન્સી બેઠક, તો પુત્ર મોહ ત્યજવાની તિવારીની ટકોર… !!
મહામારી બાદ આવશે સદીનું મહાબજેટ, નાણામંત્રીએ આપ્યા સંકેત
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
