Banaskantha/ ગાયો દોહવાના ઇલેક્ટ્રિક મશીને એક સાથે 11 ગાયોનો લીધો ભોગ 

બનાસકાંઠાના પાલનપુર તાલુકાના કોટડા ભાખર ગામના પશુપાલક રામસુંગભાઈ માટે આજનો દિવસ ગોઝારો સાબિત થયો છે.રામસુંગભાઈ આજે વહેલી સવારે પોતાના તબેલામાં ઉભેલી ગાયો દોહવા…

Gujarat Others

@ભરત સુંદેશા,મંતવ્ય ન્યુઝ – બનાસકાંઠા

બનાસકાંઠાના પાલનપુર તાલુકાના કોટડા ભાખર ગામે આજે વહેલી સવારે ગાયો દોહવાના મશીનના કારણે કરંટ લાગતા અગિયાર ગાયોના મોત નિપજ્યા છે. જો કે મશીનની બોડી સૉર્ટ થવાના કારણે આ ઘટના બની હોવાનું સામે આવ્યું છે. જો કે આ ઘટનાને કારણે પશુપાલકને લાખોનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

બનાસકાંઠાના પાલનપુર તાલુકાના કોટડા ભાખર ગામના પશુપાલક રામસુંગભાઈ માટે આજનો દિવસ ગોઝારો સાબિત થયો છે.રામસુંગભાઈ આજે વહેલી સવારે પોતાના તબેલામાં ઉભેલી ગાયો દોહવા નિત્યક્રમ મુજબ અગિયાર ગાયોને મશીન લગાવી દોહવા માટે ચાલુ કરતા જ અચાનક તમામ ગાયો ઢળી પડી હતી જેથી ગભરાયેલા રામસુંગભાઈએ બૂમાબૂમ કરી મશીન બંધ કરેલ અને જોતજોતામાં તમામ અગિયાર ગાયોના મોત થઈ ગયેલ, આ ઘટનાની જાણ વાયુવેગે ગામમાં પ્રસરતા ગ્રામજનો દોડી આવેલ અને ઘટનાની જાણ યુ જી વી સી એલના અધિકારીઓને કરેલ સાથે બનાસડેરી અને દાંતીવાડા પોલિસને જાણ કરતા તેઓ પણ દોડી આવેલા અને તપાસ કરતા ગાયો દોહવા માટેનો જે વાનસુન કંપનીનો છે તે સૉર્ટ સર્કિટ હોવાના કારણે આ ઘટના બની હોવાની શક્યતાઓ વ્યક્ત કરી હતી.

આ ઘટનાના કારણે પશુપાલકને લાખોનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે ત્યારે પશુપાલક રામસુંગભાઈએ જણાવ્યું હતું કે વહેલી સવારે મશીન લગાવતા જ ગાયો પડી ગઈ અને ગાયો મરી ગયેલ જોકે મશીન ની બોડી સૉર્ટ થતા આ ઘટના બની છે જેથી કંપની સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ છે સાથે સવા લાખ ની કિંમત ની એક ગાય એમ અગિયાર ગાયો ની વળતર આપવામાં આવે

એક સાથે અગિયાર ગાયો ના મોત થયાના સમાચાર વાયુગવેગે પ્રસરતા આસપાસ ના ગામોના લોકો દોડી આવી પશુપાલક ના પરિવાર ને સાંત્વના આપી હતી સાથે ગાયો દોહવાના મશીન ની કંપની સામે કાર્યવાહીની માંગ પણ કરી છે.

આ પણ વાંચો : અમે એક-બીજા વિના નથી જીવી શકતા કહી પ્રેમી પંખીડાએ કર્યો આપઘાત

આ પણ વાંચો : જામીન પુરા થતા દુષ્કર્મના આરોપી નારાયણ સાંઇ ફરી લાજપોર જેલમાં કેદ

આ પણ વાંચો : નાની બહેનને જાનથી મારી નાખવાની ધમકી આપી નરાધમે આચર્યું દુષ્કર્મ, નોંધાઈ FIR

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…