Suicide/ ગોંડલના આશાપુરા ડેમમાં સગીરાએ લગાવી મોતની છલાંગ

એક સગીરાએ ડેમમાં ઝંપલાવી મોતને વ્હાલું કર્યું હતું. ગુરૂવારના બપોરના આશરે 1 વાગ્યા આસપાસ એક યુવતીએ આશાપુરા ડેમમાં પાસે આવી ત્યારે આસપાસ જોઇને તેને ડેમમાં ઝંપલાવ્યું હતું.

Gujarat Others

ગુજરતામાં એક પછી એક આત્મહત્યાના કિસ્સાઓમાં સતત વધારો થઇ રહ્યો છે. નાની-નાની બાબતે લોકો આત્મહત્યા જેવા ગંભીર પગલાં લેતા થઇ ગયા છે ત્યારે વધુ એક આત્મહત્યાનો કિસ્સો સામે આવ્યો છે. ગોંડલમાં યુવતીના આપઘાતનો બનાવ સામે આવ્યો છે. ગોંડલ આશાપુરા ડેમમાં એક યુવતીએ મોતની છલાંગ લગાવી છે. ત્યારે ફાયરબ્રિગેડને જાણ થતાં જ ફાયર બ્રિગેડનો કાફલો તેમજ ઘટનાસ્થળ પર સ્થાનિક પોલીસનો કાફલો દોડી ગયો હતો.

મળતી માહિતી અનુસાર, એક સગીરાએ ડેમમાં ઝંપલાવી મોતને વ્હાલું કર્યું હતું. ગુરૂવારના બપોરના આશરે 1 વાગ્યા આસપાસ એક યુવતીએ આશાપુરા ડેમમાં પાસે આવી ત્યારે આસપાસ જોઇને તેને ડેમમાં ઝંપલાવ્યું હતું. જણાવીએ કે, આશાપુરા રોડ, આશાપુરા પાર્ટી પ્લોટ વાળી શેરીમાં રહેતી સગીરાએ આશાપુરા ચેકડેમ પાસે આવી મોબાઈલ ફોનમાં વાત કરતા કરતા ડેમમાં ઝંપલાવી આત્મહત્યા કરી.

આ ઘટના અંગે ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. ત્યાર બાદ ફાયરની ટીમે સગીરા મૃતદેહ બહાર કાઢ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો અને બનાવની જાણ ગોંડલ સિટી પોલીસને થતા પોલીસ કાફલો પણ પહોંચી ગયો હતો. જો કે આશાપુરા ડેમ ખાતે CCTV હોવાથી આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા હતા.

મહત્વનું છે કે, દોઢ માસ પહેલા જ પાડોશમાં રહેતા યુવાન સાથે સગાઈ થઈ હતી. યુવતી છેલ્લે કોની સાથે વાત કરી રહી હતી તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…