કિંમતી હીરાને તો અત્યાર સુધી આપ સૌએ ઘરેણાંની શોભા વધારતા જોયા હશે. પરંતુ ક્યારેય સાંભળ્યું છે કે હીરા થકી દિલની સફાઈ પણ કરવામાં આવે છે? સુરતનાં હીરાનો ઉપયોગ અત્યાર સુધી જ્વેલરી માટે થતો હતો, પરંતુ સુરતનાં હીરાથી દિલની સફાઈ એટલે હૃદયની નળીનાં બ્લોકેજ દૂર કરવામાં આવી રહ્યા છે. જે લોકોનાં હૃદયની નળીમાં કેલ્શિયમનો ગઠ્ઠો જામી જવાથી હાર્ટ એટક આવે ત્યારે સાચા હીરા સ્ટડેડ રોટાબ્લેટર મશીનનો ઉપયોગ કરીને નળીની સફાઈ કરવામાં આવે છે. જે રીતે જ્વેલરીમાં હીરાને જડવામાં આવે છે. તે જ રીતે મશીનની આગળનાં ભાગમાં હીરાને જડવામાં આવ્યા હોય છે, જે બ્લોક નળીને સાફ કરી દે છે.
સુરતનાં હીરા માત્ર જ્વેલરી જ માટે ઉપયોગી નથી, હવે આ સાચા હીરા દિલની સફાઈ માટે પણ વરદાન બની ગયા છે. સુરતનાં હીરા અને સુરતનાં હાર્ટ સ્પેશિયાલિસ્ટ હૃદયનાં અસાધ્ય બની ગયેલા નળીનાં બ્લોકેજને હીરાથી સાફ કરી રહ્યા છે. સુરતનાં હાર્ટ સ્પેશિયાલિસ્ટ ડો. અતુલ અભ્યંકર એક રત્નકલાકારની જેમ સાચા હીરાને એક ડ્રિલ મશીન ઉપર જડે છે અને આ ડ્રિલ મશીન સીધુ દર્દીનાં હૃદય સુધી જાય છે. તે નળી જ્યાં કેલ્શિયમનો ગઠ્ઠો જામી જાય છે. જે સામાન્ય બ્લોકેજ દૂર કરવાની પ્રક્રિયાથી નીકળી શકે તે શક્ય નથી.
100 વ્યક્તિઓને હાર્ટ એટેક આવે એમાંથી 4 વ્યક્તિઓને નળીમાં કેલ્શિયમ જામી જાય છે. આ કેલ્શિયમને હટાવવા માટે આ રિયલ ડામયંડ સ્ટડેડ રોટા બ્લેટર સિસ્ટમ દ્વારા કેલ્શિયમને હટાવાવમાં આવે છે. નળીમાં કેલ્શિયમ વધારે હોય ત્યારે એન્જિયોપ્લાસ્ટિથી અંદર બલૂનથી ફુલાવવામાં આવે છે. ત્યારે પથ્થર જેવું થઈ ગયું હોવાથી બલૂન ફુલતા નથી અથવા તેના પર પ્રમાણ કરતાં વધારે પ્રેશર નાંખવામાં આવે તો નળી અથવા બલૂન ફાટી જવાની શક્યતા છે. ત્યારે આવા સમયે રોટા બ્લેટરનો ઉપયોગ કરવામાં આવે છે. આવી જ સમસ્યામાં સુરતનાં ફળનાં વેપારી સાથે થઈ, આઝમ કેળાવાળાની આખરે આ પદ્ધતિથી હાર્ટ બ્લોકેજ દૂર કરાયો હતો.
ડો.અતુલ અભ્યંકરે જણાવ્યું કે, હીરાને વિશ્વનો સૌથી કઠોર પથ્થર ગણાય છે. જ્યારે હાર્ટમાં કેલ્શિયમ જામી જાય ત્યારે એ પથ્થર જેવો સખત થઈ જાય છે. એટલે તેને હટાવવા માટે આ મશીનના ઉપયોગ કરવામાં આવે છે. આ મશીનની આગળ ડાયમંડ ફિટ કરવામાં આવ્યો હોય છે. જેથી કેલ્શિયમને હટાવી શકાય છે. સૌ કોઈ જાણે છે કે, સુરતમાં વિશ્વના 10માંથી 9 હીરા કટિંગ, પોલિશિંગ થાય છે. પરંતુ લોકો જાણતા નથી કે સુરતના ક્લીન હીરા થકી દિલની સફાઈ પણ કરી શકાય છે. જે મશીનમાં આ હીરા લગાડવામાં આવે તે ખૂબ જ અદ્યતન છે. જેને જોવા ઈરાનથી મેડિકલ ટીમ પણ આવી ચૂકી છે.
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
