Political/ કેરળની આર્ય રાજેન્દ્રન એ દેશનાં સૌથી યુવા મેયર તરીકેનો બનાવ્યો રેકોર્ડ, જાણો તેમના વિશે

માત્ર 21 વર્ષની ઉંમરે મેયર પદ, જી હા તે એક સ્વપ્ન જેવું લાગે છે પરંતુ આ એકદમ સાચું છે. માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટીનાં નેતા આર્ય રાજેન્દ્રને આ વાત સાચી કરી બતાવી છે….

India

માત્ર 21 વર્ષની ઉંમરે મેયર પદ, જી હા તે એક સ્વપ્ન જેવું લાગે છે પરંતુ આ એકદમ સાચું છે. માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટીનાં નેતા આર્ય રાજેન્દ્રને આ વાત સાચી કરી બતાવી છે. માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટી (સીપીઆઈ-એમ) તિરુવનંતપુરમનાં મુડવાનમુગલથી આર્ય રાજેન્દ્રને મ્યુનિસિપલ કોર્પોરેશનનાં નવા મેયર તરીકે શપથ લીધા. તેમની ઉંમર 21 વર્ષ છે. આર્ય અહીંની ઓલ સેન્ટ્સ કોલેજમાં બીએસસી (ગણિત) નાં બીજા વર્ષનાં વિદ્યાર્થી છે. તેમણે મીડિયાને જણાવ્યું હતું કે, સિટી મેયરની જવાબદારી સંભાળવાની સાથે તે તેમનો અભ્યાસ ચાલુ રાખશે.

Kerala: Who is Arya Rajendran? - Cities News

આર્ય રાજેન્દ્રન કેરળનાં તિરુવનંતપુરમનાં રહેવાસી છે. તેમના પરિવારમાં, તેમના પિતા ઇલેક્ટ્રિશિયન છે, માતા એલઆઈસીનાં એજન્ટ છે અને ભાઈ ઓટોમોબાઈલ એન્જિનિયર છે. આર્યનો પૂરો પરિવાર સીપીએમને સમર્થન આપે છે, તેમના પૂરા પરિવારે પણ સીપીએમ પર સબ્સ્ક્રાઇબ કર્યું છે. જ્યારે આર્ય પાંચમા ક્લાસમાં હતા ત્યારે તે બાલસંઘમ સાથે સંકળાયેલા હતા. આપને જણાવી દઈએ કે, બાલસંઘમ એ સીપીએમ સાથે સંકળાયેલ બાળકોની સંસ્થા છે. બાદમાં આર્ય બાલસંઘમનાં જિલ્લા પ્રમુખ બન્યા. આ સિવાય આર્ય સીપીએમની સ્ટુડન્ટ વિંગ સ્ટુડન્ટ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા (એસએફઆઈ) નાં સભ્ય પણ છે. અને આ પછી, તેમણે દેશનાં સૌથી યુવા મેયર તરીકેનો રેકોર્ડ બનાવ્યો છે.

Arya Rajendran, 21, chosen country's youngest Mayor from Thiruvananthapuram - india news - Hindustan Times

આર્યને જ્યારે પૂછવામાં આવ્યું કે તે આટલી નાની ઉંમરે આ તબક્કે કેવી રીતે પહોંચી ગયા, ત્યારે તેમણે મીડિયાને કહ્યું કે, તે ઘણા વર્ષોથી રાજકારણમાં સક્રિય છે, પરંતુ તેમણે પોતાનો અભ્યાસ રાજકારણથી અલગ રાખ્યો હતો. તેમણે કહ્યું કે તેમની શાળા અને કોલેજ બંને ચર્ચ સંચાલિત સંસ્થાઓ છે. અહીં કેમ્પસ રાજકારણ નહોતું. આર્ય કહે છે કે રાજકારણમાં નવી જવાબદારીઓ મેળવ્યા બાદ તે નિયમિત ધોરણે તેની કોલેજમાં ભાગ લઈ શકશે નહીં, પરંતુ તેમને આશા છે કે બધુ સંચાલિત થઈ જશે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…