Not Set/ દેશમાં હેલ્થકેર ‘કોમા’ માં,દર 11,000 દર્દીની સારવાર માટે માત્ર એક ડોક્ટર

દિલ્હી, દેશ જ્યારે 1લી જુલાઇએ ડોક્ટર્સ ડે ઉજવશે ત્યારે એવા આંકડા સામે આવી રહ્યાં છે વાંચીને લાગે કે લોકોના આરોગ્ય સંભાળ માટે ભારતમાં તબીબી ક્ષેત્રે સ્થિતિ અત્યંત નબળી છે.આરોગ્ય મંત્રાલયના જ આંકડા પ્રમાણે આવનાર દિવસોમાં દેશને પાંચ લાખ જેટલા વધુ ડોક્ટરોની જરૂર પડશે કેમ કે હાલમાં સરેરાશ ૧૧,૦૦૦ દરદીઓ પર સારવાર માટે એક જ ડોક્ટર […]

Health & Fitness India

દિલ્હી,

દેશ જ્યારે 1લી જુલાઇએ ડોક્ટર્સ ડે ઉજવશે ત્યારે એવા આંકડા સામે આવી
રહ્યાં છે વાંચીને લાગે કે લોકોના આરોગ્ય સંભાળ માટે ભારતમાં તબીબી
ક્ષેત્રે સ્થિતિ અત્યંત નબળી છે.આરોગ્ય મંત્રાલયના જ આંકડા પ્રમાણે આવનાર
દિવસોમાં દેશને પાંચ લાખ જેટલા વધુ ડોક્ટરોની જરૂર પડશે કેમ કે હાલમાં
સરેરાશ ૧૧,૦૦૦ દરદીઓ પર સારવાર માટે એક જ ડોક્ટર ઉપલબ્ધ છે.

આરોગ્ય મંત્રાલયે પ્રકાશિત કરેલા આંકડામાં જણાવાયું છે કે નેશનલ હેલ્થ
પ્રોફાઇલ હેઠળ ૧૧,૦૮૨ લોકોની વસતિ સામે એક માત્ર સરકારી એલોપેથિક ડોક્ટર
ઉપલબ્ધ છે. એ જ રીતે ૧,૮૪૪ની વસતિદીઠ   સરકારી હોસ્પિટલની એક બેડ ઉપલબ્ધ
છે અને ૫૫,૫૯૧ની વસતિ માટે એક સરકારી હોસ્પિટલ છે.

રિપોર્ટમાં એવું પણ જણાવાયું છે કે ભારતમાં તેના ૧.૩ અબજ લોકોની સારવાર
માટે ૧૦ લાખથી થોડાક વધુ એલોપેથીના ડોક્ટરો છે. બીજી રીતે કહીએ તો એક
ડોક્ટર પાસે સરેરાશ દરદીની સંખ્યા ૧૧,૦૦૦થી વધી જાય છે.

ભારતમાં પણ સૌથી ગરીબ રાજ્યોમાં હેલ્થ કેરની સ્થિતિ કઠણાઇભરી છે,જેમ કે
બિહારમાં ૨૮,૩૯૧ની વસતિ સામે એક સરકારી એલોપેથિક ડોક્ટર છે. અહીં તો આ
પ્રમાણ સુધારવાને બદલે ઘટી રહ્યું છે. ૨૦૧૩માં ૨૦,૨૦૭ લોકોની વસતિ સામે
એક જ એલોપેથિક ડોક્ટર છે.

જોકે ડબ્લ્યુએચઓના ધોરણોમાં દરદીઓ અને ડોકટરો વચ્ચેની સરેરાશમાં ખાનગી
અને સરકારી ડોક્ટરોની સંખ્યા વચ્ચે ભેદ નક્કી કરાયો નથી. પરંતુ તેમણે એક
હજારની વસતિ સામે એક ડોક્ટર ઉપલબ્ધ હોવાની મર્યાદા નક્કી કરી છે.
મંત્રાલયનો ડેટા માત્ર સરકારી ડોક્ટરો માટે જ છે. ડેન્ટલ સેક્ટરમાં તો
સ્થિતિ વધુ ખરાબ છે. જોકે ડેન્ટલ સર્જન્સમાં વધારો હોવા છતાં સરેરાશ
વસતિમાં ભારે અસમતુલા છે.

સરકારી આંકડામાં દેશમાં હોસ્પિટલનું માળખું અપૂરતું હોવાનો પણ ઉલ્લેખ છે.
તેમાં શહેર અને ગામડા વચ્ચે મોટી વિસંગતિ છે. ભારતમાં ૨૩,૦૦૦થી ‌વધુ
હોસ્પિટલો છે અને તેમાં સાત લાખ જેટલા બેડ છે. જેમાં આશરે ત્રણ લાખ જેટલા
બેડ ધરવાતી આશરે ૨૦,૦૦૦ જેટલી હોસ્પિટલો ગ્રામ્ય વિસ્તારમાં છે. શહેરી
વિસ્તારોમાં થોડીક જ હોસ્પિટલો છે. આ આંકડો માત્ર ૩,૭૦૦નો છે. પરંતુ
તેમાં બેડની સંખ્યા ૪.૩ લાખથી વધુ છે. ડેટામાં ઉમેરાયું છે કે કેટલાક
રાજ્યોમાં સરકારી હોસ્પિટલોમાં દરદીઓ બેડ શેર કરતા હોય છે.