kerala news/ વાયનાડમાં ટનલ પ્રોજેક્ટ પર ભૂસ્ખલન : ચારના મોત, 4 લોકો ગૂમ અને 7 ઘાયલ

ભારે વરસાદને કારણે અચાનક ભૂસ્ખલન (Landslide)થતાં કાટમાળ અને માટીના ઢગલા નીચે કામદારો ફસાઈ ગયા હતા.

Top Stories India
કેરળના વાયનાડ જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદ (Heavy Rain)વચ્ચે મંગળવારે ટનલ રોડ પ્રોજેક્ટના નિર્માણ સ્થળ નજીક થયેલા ભૂસ્ખલને (Landslide)મોટી દુર્ઘટના સર્જી છે

Kerala News : કેરળના વાયનાડ (Wayanad) જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદ (Heavy Rain)વચ્ચે મંગળવારે ટનલ રોડ પ્રોજેક્ટના નિર્માણ સ્થળ નજીક થયેલા ભૂસ્ખલને (Landslide)મોટી દુર્ઘટના સર્જી છે. પ્રાથમિક માહિતી અનુસાર આ ઘટનામાં 4 લોકોના મોત થયા છે, તે સિવાય 4 લોકો હજી ગૂમ છે જ્યારે 7લોકો ઘાયલ થયા છે. અનેક લોકો હજુ પણ કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટનાની જાણ થતાં જ વહીવટીતંત્ર, ફાયર એન્ડ રેસ્ક્યૂ વિભાગ અને NDRFની ટીમોએ યુદ્ધના ધોરણે બચાવ કામગીરી શરૂ કરી છે.

આ દુર્ઘટના મલપ્પુરમ અને વાયનાડ (Wayanad) જિલ્લાને જોડતા અનાક્કામપોયલ-મેપ્પાડી ટનલ રોડ પ્રોજેક્ટના કલ્લાડી વિસ્તારમાં મીનાક્ષી બ્રિજ પાસે બની હતી. ઘટના સમયે બાંધકામ સાઇટ પર અનેક શ્રમિકો કામ કરી રહ્યા હતા. ભારે વરસાદ (Heavy Rain)ને કારણે અચાનક ભૂસ્ખલન (Landslide)થતાં કાટમાળ અને માટીના ઢગલા નીચે કામદારો ફસાઈ ગયા હતા.

ઘટનાને લઈને કેરળ સરકારના મંત્રી ટી. સિદ્દીકે ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે આ દુર્ઘટનાને માત્ર કુદરતી આપત્તિ નહીં પરંતુ “મેન-મેડ લેન્ડસ્લાઇડ” ગણાવી છે. તેમના જણાવ્યા મુજબ જિલ્લા વહીવટીતંત્રે અગાઉથી જ સંભવિત જોખમ અંગે સંબંધિત એજન્સીઓને ચેતવણી આપી હતી અને સ્થળ પરથી માટી હટાવવાના આદેશ પણ આપવામાં આવ્યા હતા. તેમ છતાં જરૂરી કાર્યવાહી ન થતા આ દુર્ઘટના બની હોવાનું તેમણે જણાવ્યું.

અધિકારીઓના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાકમાં વિસ્તારમાં લગભગ 265 મીમી વરસાદ નોંધાયો છે, જેના કારણે ભૂસ્ખલન (Landslide)ની સ્થિતિ વધુ ગંભીર બની હતી. બચાવ કામગીરી માટે NDRFની બે ટીમોના લગભગ 60 જવાનો ઉપરાંત ફાયર એન્ડ રેસ્ક્યૂ વિભાગ અને સ્થાનિક લોકો પણ સતત કામગીરીમાં જોડાયા છે.

અત્યાર સુધીમાં 7 ઈજાગ્રસ્તોને કાટમાળમાંથી સુરક્ષિત બહાર કાઢીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમની સ્થિતિ હાલ સ્થિર હોવાનું જણાવાયું છે. દુર્ઘટનામાં ટનલ પ્રોજેક્ટમાં ઉપયોગમાં લેવાતા અનેક વાહનો અને સાધનોને પણ નુકસાન પહોંચ્યું છે.

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર હરકતમાં આવી છે. મુખ્યમંત્રીએ તાત્કાલિક ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી અધિકારીઓને બચાવ કામગીરી ઝડપી બનાવવા સૂચના આપી છે. સાથે જ સંબંધિત મંત્રીઓને ઘટનાસ્થળે પહોંચી જાતે જ રાહત અને બચાવ કામગીરીની દેખરેખ રાખવા આદેશ આપવામાં આવ્યો છે. હાલ બચાવ કામગીરી ચાલુ છે અને કાટમાળ નીચે ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.


આ પણ વાંચો : ભારે વરસાદનો કહેર: ભૂસ્ખલન બાદ મુંબઈ-પુણે એક્સપ્રેસ વે બંધ, માવલમાં ગુમ પરિવાર માટે બચાવ કામગીરી તેજ

આ પણ વાંચો : હિમાચલના કિન્નૌરમાં પૂર-ભૂસ્ખલનથી NH બંધ, અંદાજે ₹16 કરોડનું નુકસાન, મૃત્યુઆંક 14 પર પહોંચ્યો

આ પણ વાંચો : દાર્જીલિંગમાં કુદરતી હોનારત: ભારે ભૂસ્ખલનને કારણે મુખ્ય રસ્તાઓ બંધ, હજારો પ્રવાસીઓ ફસાયા