Gandhinagar News/ ઉનાળામાં પાણીજન્ય રોગના ફેલાવા સામે ગાંધીનગર તંત્ર એલર્ટ : ખોરાક થતા પાણીના ક્લોરિનેશનનું નિયમિત ટેસ્ટીંગ થશે

કલેક્ટરે પીવાના પાણીના તમામ સ્ત્રોતોનું અસરકારક ક્લોરિનેશન કરવા આદેશ આપ્યો છે.

Top Stories Gandhinagar Gujarat

Gandhinagar News :  ઉનાળા દરમિયાન વિવિધ પાણીજન્ય રોગોના ફેલાવા સામે ગાંદીનગર તંત્ર એલર્ચ થઈ ગયું છે. જેમાંગાંધીનગર જિલ્લામાં ઉનાળા દરમિયાન કોલેરા સહિત પાણીજન્ય રોગોને નિયંત્રણમાં રાખવા તંત્ર સક્રિય થઈ ગયું છે. જિલ્લા કલેક્ટર મેહુલ દવેએ વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગને સતર્ક રહેવા સૂચના આપી છે. કલેક્ટરે પીવાના પાણીના તમામ સ્ત્રોતોનું અસરકારક ક્લોરિનેશન કરવા પણ આદેશ આપ્યો છે. પાણીની પાઇપલાઇનમાં લીકેજની નિયમિત તપાસ કરવાનું પણ સૂચન કર્યું છે. તે સિવાય રોગચાળા માટે સંવેદનશીલ વિસ્તારોમાં પાણી અને ખોરાકના નમૂનાનું નિયમિત પરીક્ષણ કરવામાં આવશે.

આરોગ્ય વિભાગને સંવેદનશીલ વિસ્તારોનું સમયાંતરે સ્ક્રીનિંગ કરવા અને અન્ય સાવચેતીના પગલાં લેવા સૂચના આપવામાં આવી છે. તે સિવાય  નાગરિકોને પણ સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે. જો પાણી દૂષિત જણાય તો તેને ઉકાળીને પીવાની સલાહ આપવામાં આવી છે.

આરોગ્યની કોઈપણ તકલીફ જણાય તો તુરંત નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા જણાવાયું છે. ગરમીથી બચવા માટે તડકામાં બહાર નીકળવાનું ટાળવા અને વધુ પ્રમાણમાં પાણી, લીંબુ શરબત, કઢી પત્તાનો રસ, ફળોનો રસ, છાશ અને લસ્સી જેવા પીણાં લેવાની સલાહ આપવામાં આવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સુરતમાં બે કરોડની સોનાની ચોરીની ઘટના, પોલીસને ચોરોનો પડકાર

આ પણ વાંચો: દાણચોરોએ મુંદ્રાના બદલે કંડલા પસંદ કરવા છતાં કસ્ટમ્સે સોપારીની દાણચોરી પકડી

આ પણ વાંચો: નાસિકમાં અન્ડરગાર્મેન્ટ્સ પહેરેલા ચોરોનો આતંક, 5 લાખનું સોનું અને કેળાની કરી ચોરી