@જયદિપ પરમાર, મંતવ્ય ન્યૂઝ – છોટાઉદેપુર
ભારતીય કિસાન સેના દ્વારા તા.29 ડિસેમ્બરનાં રોજ છોટા ઉદેપુર કલેક્ટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે, જેમાં કપાસની ખરીદી પર સરકાર દ્વારા જે અંકુશ લાદી લેવામાં આવ્યો છે તે પરત ખેંચવામાં આવે.

કિસાન સેનાનાં રાષ્ટ્રીય અધ્યક્ષ શાહિદ મન્સુરીનાં જણાવ્યા મુજબ સરકારનાં કાયદા મુજબ સી.સી.આઈ દ્વારા સમગ્ર ગુજરાતનાં ખેડૂત પાસેથી માત્ર ને માત્ર 5,000 જેટલી ગાંસડીઓની ખરીદી કરશે, જ્યારે હાલમાં પરિસ્થિતી જોતા ગુજરાતમાં પ્રતિ દિન 50,000 જેટલી ગાંસડીઓ ખરીદી કરવા માટે સક્ષમ છે, ત્યારે નવા કાયદા મુંજબ માત્ર 5,000 ગાંસડીઓ ખરીદાશે.

આ રીતે જેમ મર્યાદિત કર્યા બાદ બાકી રહેલ કપાસની ખરીદી વેપારીઓ પોતાના ભાવે ખરીદી લેશે. દિવસે ને દિવસે ખેતી ઉત્પાદન ખર્ચાળ અને મોંઘા બની રહ્યા છે. ત્યારે આવા કાયદાને કારણે ખેડૂતો પોતાનો બાકીનો માલ પણ ખોટ સાથે વેચવા મજબૂર બનશે. ભારતીય કિસાન સેના સેક્યુલર આવા કાળા કાયદાનો વિરોધ કરે છે, અને આ કાયદો વહેલી તકે પાછોં ખેંચવામાં નહી આવે તો ભારતીય કિસાન સેના સેક્યુલર ઉગ્ર આંદોલનની ચીમકી આપે છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
