Gujarat/ બનાસકાંઠા ભૂસ્તર વિભાગનો વધુ એક સપાટો, ડ્રોન કેમેરાની મદદથી ઝડપી પાડી ખનીજ ચોરી

@ભરત સુન્દેશા, મંતવ્ય ન્યૂઝ બનાસકાંઠા ખાણ ખનીજ વિભાગ દ્વારા ખનીજ ચોરી અટકાવવા સતત બીજા દિવસે પણ મેગા દ્રાઈવ કરી ડ્રોન કેમેરાની મદદથી બે જગ્યાએ ખનીજ ચોરી ઝડપી પાડી રૂ. 30 લાખનો મુદ્દામાલ કબ્જે કરેલ છે. ખાણ ખનીજ વિભાગ ગાંધીનગર દ્વારા ખનીજ ચોરી ઝડપી પાડવા ડ્રોન કેમેરાનો ઉપયોગ કરવાની સૂચના અને આદેશ થતાંજ બનાસકાંઠા ભૂસ્તર અધિકારી […]

Gujarat Others

@ભરત સુન્દેશા, મંતવ્ય ન્યૂઝ

બનાસકાંઠા ખાણ ખનીજ વિભાગ દ્વારા ખનીજ ચોરી અટકાવવા સતત બીજા દિવસે પણ મેગા દ્રાઈવ કરી ડ્રોન કેમેરાની મદદથી બે જગ્યાએ ખનીજ ચોરી ઝડપી પાડી રૂ. 30 લાખનો મુદ્દામાલ કબ્જે કરેલ છે.

ખાણ ખનીજ વિભાગ ગાંધીનગર દ્વારા ખનીજ ચોરી ઝડપી પાડવા ડ્રોન કેમેરાનો ઉપયોગ કરવાની સૂચના અને આદેશ થતાંજ બનાસકાંઠા ભૂસ્તર અધિકારી સુભાષ જોશી એ તેમની ટીમને માર્ગદર્શન આપતા પ્રથમ દિવસે રાત્રે આઠ ડમ્પર ઝડપી રૂ બે કરોડ ઉપરાંત નો મુદ્દામાલ કબ્જે કર્યા બાદ ગતરોજ ફરી વહેલી સવારે ભૂસ્તર અધિકારી ની સુચના અને માર્ગદર્શન હેઠળ ભૂસ્તર વિભાગ ની ટિમ જેમાં શક્તિદાન ગઢવી, મેહુલ દવે અને વિરેન્દ્રસિંહ સોલંકી જેઓ દાંતીવાડા અને ડીસામાં ખનીજ ચોરી ની ફરિયાદો ને ધ્યાને લઈને ડ્રોન કેમેરાની મદદથી દાંતીવાડા ના આકોલી ગામે સીપૂ નદીના પટ માંથી સાદી રેતી ભરીને જતા રોયલ્ટી પાસ વગરના બે ટ્રેકટર ઝડપી પાડેલ અને રૂ. 5 લાખનો મુદ્દામાલ કબ્જે કરી પાંથાવાડા પોલીસ ને સુપ્રત કરેલ જ્યારે ડીસાના વિરુણા ગામે તળાવ માં બિનધિકૃત ખોદકામ થતું હોવાની ફરિયાદ મળતા ડ્રોન કેમેરાની મદદથી તપાસ કરતા એક જેસીબી અને એક ટ્રેકટર મળી આવેલ અને બિનધિકૃત ખોદકામ કરતા હોઇ રૂ 25 લાખનો મુદ્દામાલ કબ્જે કરી વિરુણા પંચાયત ને સુપ્રત કરેલ. આમ વધુ એક જ દિવસમાં ડ્રોન કેમેરાની મદદથી રૂ. 30 લાખનો મુદ્દામાલ ઝડપી પાડેલ.

બનાસકાંઠા ભૂસ્તર વિભાગ હવે આધુનિક ટેકનોલોજી નો ઉપયોગ કરી ડ્રોન કેમેરા દ્વારા ખનીજ ચોરી જડપવાનું શરૂ કરતાં ભુમાફિયાઓ માં ફફડાટ ફેલાયો છે. બનાસકાંઠા ભૂસ્તર અધિકારી સુભાષ જોશીનાં માર્ગદર્શન હેઠળ સતત બે દિવસ રાત દિવસ ઉજાગરા કરી ખનીજ ચોરી કરતા વાહનો ઝડપી પાડતા સમગ્ર જિલ્લામાં પ્રશંસા થઈ રહી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો