નિસાને 2 ડિસેમ્બર, 2020 નાં રોજ Nissan Magnite ને ભારતમાં લોન્ચ કરી. Nissan Magnite XE નાં સસ્તા વેરિઅન્ટની માંગ આ સમયે નોંધપાત્ર રીતે વધી છે. જેના કારણે ગ્રાહકોએ આ એસયુવી ખરીદવા માટે 8 મહિના રાહ જોવી પડશે.

હવે કંપનીએ ઇન્ડોનેશિયાનાં બજારમાં મેગ્નેટ કોમ્પેક્ટ એસયુવી પણ રજૂ કરી છે. નિસાન મેગ્નેટને ASEAN NCAP ક્રેશ ટેસ્ટિંગમાં 4 સ્ટાર પ્રાપ્ત થયા છે. જો કે ક્રેશ ટેસ્ટનાં ફોટા અને વિગતો હજી પ્રકાશિત નથી થયા. પરંતુ ASEAN NCAP એ કહ્યું કે નવી Nissan Magnite ને ક્રેશ ટેસ્ટમાં 4 સ્ટાર આપવામાં આવ્યા છે. આ રેટિંગ નિસાન વાહનોની ખરીદીને વેગ આપશે, કારણ કે આજકાલ લોકો વાહન ખરીદતા પહેલા સેફ્ટી રેટિંગ તપાસે છે. આપને જણાવી દઈએ કે, Nissan Magnite ની કિંમત 1 જાન્યુઆરી, 2021 થી વધી છે એટલે કે આજથી કિંમતોમાં વધારો થયા પછી આ વાહનોની કિંમત વધીને 5.54 લાખ રૂપિયા થઈ ગઈ છે.

Nissan Magnite ના ફીચર્સ
Nissan Magnite માં એન્ડ્રોઇડ ઓટો અને એપલ કારપ્લે સપોર્ટની સાથે 8 ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ છે, જે કે નિસાન સ્માર્ટ કનેક્ટિવિટીથી સજ્જ છે. ઉપરાંત, એર પ્યુરિફાયર્સ, વાયરલેસ ચાર્જિંગ સહિત ઘણી પ્રમાણભૂત સુવિધાઓ છે. ઉપરાંત, ડ્યુઅલ એરબેગ્સ, ટ્રેક્શન કન્ટ્રોલ, હિલ સ્ટાર્ટ અસિસ્ટ, ABS, રીઅર પાર્કિંગ સેન્સર, સ્પીડ સેન્સિંગ ડોર લોક સહિતનાં અન્ય સેફ્ટી ફીચર્સ પણ છે.

Nissan Magnite એન્જિન સુવિધાઓ
Nissan Magnite એન્જિનની વાત કરીએ તો, તેને પેટ્રોલ અને ટર્બો પેટ્રોલ એન્જિન સાથે લોન્ચ કરવામાં આવ્યું છે, જેમાં 1.0 લિટર પેટ્રોલ એન્જિન 71 HP ની પાવર અને 96 NM નું ટોર્ક જનરેટ કરે છે. આ સાથે, 1.0 લિટર ટર્બોચાર્જ્ડ પેટ્રોલ એન્જિન 100 એચપીની પાવર અને 160 એનએમનું ટોર્ક જનરેટ કરે છે. નિસાનનો દાવો છે કે મેગ્નાઇટ 18.75 kmpl થી 20 kmpl સુધીની એવરેજ આપી શકે છે.

આ વાહનો સાથે મેગ્નાઇટ સ્પર્ધા કરશે
Nissan Magnite ભારતમાં કિયા સોનેટ, ટાટા નેક્સન, હ્યુન્ડાઇ વેન્યૂ, ફોર્ડ ઇકોસ્પોર્ટ તેમજ મારુતિ બલેનો, સ્વિફ્ટ ડિઝાયર, હ્યુન્ડાઇ આઇ 20 જેવી હેચબેક કારો સાથે પણ ભારતમાં સ્પર્ધા કરી રહી છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
