International/
વિશ્વભરમાં કોરોનાના કુલ કેસની સંખ્યા હવે સાડા આઠ કરોડ નજીક પહોંચી, હાલમાં કુલ કેસ 8.43 કરોડ થયા | વિશ્વભરમાં કોરોનાથી અત્યાર સુધીમાં લગભગ 6 કરોડ લોકો રિકવર થઈ ચૂક્યાં, જ્યારે કે હાલમાં કોરોનાના 2 કરોડ 29 લાખ એક્ટિવ કેસ | નવા સ્ટ્રેનના માર વચ્ચે યુકેમાં કુલ કેસનો આંકડો હવે 25 લાખને પણ પાર થયો, જ્યારે કે 74 હજારથી વધુ નાગરિકોના અત્યાર સુધીમાં મોત | યુકેમાં વધુ એક દિવસ કોરોનાના કુલ કેસનો આંકડો 50 હજારથી વધુ નોંધાયો, છેલ્લાં 24 કલાકમાં યુકેમાં 53 હજારથી વધુ કેસ નોંધાયા | રશિયામાં વધુ એકવાર દૈનિક કેસ 25 હજારથી વધુ નોંધાયા, રશિયામાં છેલ્લાં 24 કલાકમાં નવા 27 હજાર કેસ નોંધાયા | મેક્સિકોમાં છેલ્લાં 24 કલાકમાં ફરી એકવાર 900થી વધુ નાગરિકોના મોત થયા, મેક્સિકોમાં સતત ત્રીજા દિવસે આંકડો 900ને પાર | કાબુલ યુનિવર્સિટી પર હુમલાના માસ્ટર માઈન્ડ આતંકી મોહમ્મદ આદિલને અફઘાનિસ્તાનની વડી અદાલતે મૃત્યુદંડની સજા ફરમાવી | પાકિસ્તાની પેસ બોલર શોએબ અખ્તરે જસપ્રીત બુમરાહ અંગે ટિપ્પણી કરતાં કહ્યું છે કે તે પાકિસ્તાનના પૂર્વ બોલર્સ વસીમ અકરમ, વકાર યુનુસની બોલિંગ ટેક્ટિક્સનો ઉપયોગ કરે છે
