@સચિન પીઠવા, મંતવ્ય ન્યૂઝ
પશ્વિમ રેલવેનાં ભાવનગર ડીવીઝન દ્વારા યાત્રીઓના ધસારાને પહોંચી વળવા માટે ત્રણ ટ્રેનોમાં વધારાના કોચ અસ્થાયીરૂપથી લગાવવાનો નિર્ણય કર્યો છે. સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતી ભાવનગરથી આસનસોલ જતી ટ્રેનમાં તા. 7 થી 28 જાન્યુઆરી દરમીયાન વધારાનો 1 સ્લીપર કોચ લાગશે. જયારે ભાવનગરથી બાંદ્રા ટર્મીનસ જતી ટ્રેનમાં તા. 5 થી 30 જાન્યુઆરી દરમિયાન 1 સ્લીપર કોચ જોડાશે. પોરબંદરથી દિલ્હી સરાઇરોહીલ્લા ટ્રેનમાં 4 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી દરમિયાન એક સ્લીપર કોચ લગાવાશે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
