કૃષિ આંદોલન/ આખરે કેવી રીતે સમાપ્ત થશે કૃષી આંદોલન ? કૃષિ કાયદા રદ તો નહી જ કરી શકાય – સરકાર

દિલ્હીની કડકડતી ઠંડીમાં છેલ્લા દોઢ મહિનાથી કૃષિ કાયદા સામે ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે. વરસાદ અને ઠંડી વચ્ચે દિલ્હીની સરહદે આંદોલન કરી રહેલા ખેડુતો ફરી એકવાર

Top Stories India

દિલ્હીની કડકડતી ઠંડીમાં છેલ્લા દોઢ મહિનાથી કૃષિ કાયદા સામે ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે. વરસાદ અને ઠંડી વચ્ચે દિલ્હીની સરહદે આંદોલન કરી રહેલા ખેડુતો ફરી એકવાર સરકાર સાથે બેઠક કરી હતી. સરકાર અને ખેડુતો વચ્ચે વાટાઘાટોનો સાતમાં રાઉન્ડની વાટાઘાટોનો અંત આવ્યો છે. ખેડુતો અને સરકાર વચ્ચેની સોમવારે બપોરે શરુ કરવામાં આવેલી બેઠક સમાપ્ત થઈ છે અને આ બેઠકમાં પણ કોઇ ઉકેલ સામે આવ્યો નથી. જો કે,  8 મી જાન્યુઆરીએ ફરી એકવાર બેઠક મળશે.

બેઠક બાદ ખેડૂત નેતા રાકેશ ટીકાઈતે કહ્યું કે કાયદા પાછા ખેંચવા સિવાય કશું જ મંજૂરી નથી. તો સરકાર દ્વારા પણ બેઠકમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, કૃષિ કાયદો રદ કરી શકાશે નહીં. ખેડૂત નેતાઓ અને સરકારી મંત્રીઓ વચ્ચેના સાતમા રાઉન્ડની વાતચીત દરમિયાન સરકારે આવું સ્પષ્ટ પણે જણાવ્યું હતું.

આપને જણાવી દઇએ કે, સોમવારે મળેલી બેઠકમાં પૂર્વેની સરકાર અને ખેડૂતોની બેઠકમાં સરકાર દ્વારા ખેડુતોની બે માંગણીઓ સ્વીકારવામાં આવી હતી – વીજ સુધારણા બિલ 2020 અને પલ્લી સળગાવવીએ ગુનો નથી.

Farmers dig in heals at Delhi border points, students join protest; Amit Shah appeals for Dec 3 talks - India News

ઉલ્લેખનીય છે કે, બપોરનાં સમયે ખેડુતોનું પ્રતિનિધિ મંડળ સરકાર સાથે બેઠક માટે વિજ્ઞાન ભવન પહોંચ્યું હતું. એક ખેડૂત નેતાએ ત્યારે તેમ પણ કહ્યું કે, અમને આશા છે કે નવા વર્ષમાં આ બેઠક સફળ રહેશે. આપને જણાવી દઇએ કે, બેઠકમાં કેન્દ્રીય પ્રધાનો નરેન્દ્રસિંહ તોમર અને પિયુષ ગોયલે સરકારનું નેતૃત્વ કર્યું હતું, જ્યારે કિસાન સંઘના 40 નેતાઓએ આ વાટાઘાટમાં ખેડૂતોનું પ્રતિનિધિત્વ કર્યું. આ અગાઉ 30 ડિસેમ્બરે, ખેડુતો અને કેન્દ્ર વચ્ચે છઠ્ઠી રાઉન્ડની વાતચીત થઈ હતી.

ખેડુતો અને સરકાર વચ્ચે વાટાઘાટો પહેલા કેજરીવાલનું ટ્વીટ

સરકાર અને ખેડૂતો વચ્ચેની વાતચીત પહેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વિટ કર્યું હતું. તેમણે લખ્યું- ‘અમારા ખેડુતોની હિંમતને સલામ જેણે ઠંડી અને વરસાદ વચ્ચે શેરીઓમાં ઉતરી પોતાની લડત ચાલું રાખી. કેન્દ્ર સરકારને મારી અપીલ છે કે, આજની બેઠકમાં, ખેડૂતોની તમામ માંગણીઓ ધ્યાનમાં લઈને કાળા કાયદાઓ પાછા ખેંચવા જોઈએ.

જુઓ આ વીડિયો અહેવાલ પણ  –  ખેડૂતો અને સરકાર વચ્ચેની બેઠક પૂર્ણ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…