Rajkot/ વાવડી 6 કરોડ જમીન કેસ : કલેક્ટરના આદેશ બાદ લેન્ડ ગ્રેબિંગ હેઠળ બીજો ગુનો દાખલ

રાજકોટમાં કલેક્ટર રેમયા મોહને એક મહિલા ફરિયાદીની રજૂઆતના આધારે લેન્ડ ગ્રેબીગ અધિનિયમ 2020 અંતર્ગત રચાયેલી કમિટીમાં એક કેસની કાર્યવાહી હાથ ધરી હતી. કલેક્ટરે આ સમગ્ર

Top Stories Gujarat
1

રાજકોટમાં કલેક્ટર રેમયા મોહને એક મહિલા ફરિયાદીની રજૂઆતના આધારે લેન્ડ ગ્રેબીગ અધિનિયમ 2020 અંતર્ગત રચાયેલી કમિટીમાં એક કેસની કાર્યવાહી હાથ ધરી હતી. કલેક્ટરે આ સમગ્ર પ્રકરણમાં પોલીસ ફરિયાદ નોંધી આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની સૂચના આપી હતી. આ કેસ અન્વયે વાવડી સર્વે નંબર 38 પૈકી 3ની 1 એકર બાર ગુઠા જમીનના આ જમીનના પ્રકરણમાં ફરિયાદીને વારંવાર ધમકી આપવા અને તેની જમીન ફરતે વાળેલી ફેન્સીંગ તોડી નાંખવા સહિતના મુદ્દે ફરિયાદીએ રજૂઆત કરી હતી.

Land Fumbles: The Hangover Effects of the Great Land Grab | Land Portal

cm rupani / રાજકોટમાં રચાશે ઈતિહાસ, એક સાથે ચાર ઓવર બ્રિજનું મુખ્યમંત્રી…

આ સમગ્ર પ્રકરણની વિગતો આપતા જિલ્લા કલેકટર રેમ્યા મોહને જણાવ્યું હતું કે તારીખ 8 જૂન 1970ના રોજ આ જમીનનો દસ્તાવેજ થયો હતો અને તેની નોંધ 27 ફેબ્રુઆરી 1971માં મંજૂર કરવામાં આવી હતી. કુલ જમીન 31 ગુઠા હતી પરંતુ જમીન દફતર નિયામક કચેરીના ગુણાકાર ભૂલને કારણે એક એકર બાર ગુઠા થઈ ગઈ છે અને આમ 21 ગુઠાનો વધારો થયો છે. તે અંગેની નોંધ પણ તારીખ 9 એપ્રિલ 2018ના રેવન્યૂ દફતરમાં કરવામાં આવી છે.આ કેસ અંતર્ગત વધુમાં પ્રાપ્ત જાણકારી પ્રમાણે ફરિયાદી મહિલાએ આ જમીન જાડેજા નટવરસિંહ નારણસિંહને વેચી હતી અને તેમના વારસદારોએ આ જમીન પૈકી બે હજાર ચોરસ મીટર જમીનમાં ફેન્સીંગ તોડી નાખી ધાક-ધમકી આપી તેનો કબજો લઈ લીધો હતો.મહિલા દ્વારા જ્યારે પોલીસમાં અંગે ફરિયાદ નોંધાવવામાં આવી ત્યારે 29 ઓક્ટોબર 2020 ના મહેન્દ્રસિંહ નટવરસિંહ જાડેજા, કનકસિંહ નારણસિંહ જાડેજા સહિત 10 આસામીઓ સામે અટકાયતી ધારા હેઠળ પગલાં લઈને કલમ 107 મુજબ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

Land grabbing: Tactics used by European actors abroad | WRM in English

Covid-19 / ગુજરાતમાં કોરોના કાબૂમાં : આજે નોંધાયા ફક્ત આટલા જ કેસ…

પોલીસ ફરિયાદ બાદ પણ ધમકી આપવાનું અને ફેન્સીંગ તોડી નાખવાનું ચાલુ રહેતા આ મહિલાએ રાજકોટ જિલ્લા કલેકટર રમ્યા મોહનને ફરિયાદ કરી હતી અને તેમણે કમિટીની બેઠકમાં આ પ્રકરણને લઇને પ્રાંત અધિકારી ઝોન -2 ચરણસિંહ ગોહિલને તપાસ સોંપી હતી.પ્રાંત અધિકારીએ પોતાના અહેવાલમાં સ્પષ્ટ જણાવ્યું છે કે આ બાબતમાં ગુનો બને છે અને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની થાય છે. પ્રાંત અધિકારીના અહેવાલ બાદ કલેક્ટરે કામગીરી હાથ ધરી હતી, તે મુજબ પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…