હિન્દુસ્તાની અવમ મોરચાના અધ્યક્ષ અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી જીતન રામ માંઝીએ આજે વાકયુદ્ધ છેડતા કહ્યું છે કે, જ્યારે જ્યારે દેશ સામે મુખ્ય મુદ્દો આવે છે ત્યારે ત્યારે જ રાહુલ ગાંધી, તેજશ્વી યાદવ અને ચિરાગ પાસવાન હનીમૂન પર ઉપડી જાય છે. માંઝીએ વાક તીર ત્યારે છોડ્યું જ્યારે તેઓ બુધવાકે પાર્ટીની રાષ્ટ્રીય કારોબારીની બેઠક બાદ પટનામાં પત્રકારો સાથે વાત કરી રહ્યા હતા.
તેમણે કહ્યું કે તેજસ્વી યાદવ 2019 માં લોકસભાની ચૂંટણી બાદ ગાયબ થઈ ગયા હતા. તે પછી અમે મહાગઠબંધનમાં હતા. જ્યારે મીડિયામાં આ બાબતની ચર્ચા થવા લાગી, ત્યારે અમે કહ્યું હતું કે હારના કારણો હજી દિલ્હીમાં છે. હું કહું છું કે તેજસ્વી યાદવ લાલુ કે જીતનરામ માંઝી નથી. અનુભવનો અભાવ છે તેનામાં. માંઝીએ કહ્યું કે તેઓ વિપક્ષી નેતા છે. દિલ્હી જાઇ પણ તેમણે પટણામાં જ રહેવું જોઈએ. આ વિકટ સમયે બિહાર છોડવું જોઈએ નહીં.
પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું કે, જ્યારે પણ કોઈ મુખ્ય મુદ્દો આવે છે. હિન્દુસ્તાનનાં..બિહારનાં ત્રણ તાજનાં રાજકુમાર… કે જે રાહુલ ગાંધી હોય, ચિરાગ પાસવાન હોય કે તેજસ્વી યાદવ, ત્રણેય ક્યાંક પોતાનું હનીમૂન મનાવવા જાય છે કે શું કરવા તે ખબર પડતી નથી.
#WATCH ये हिन्दुस्तान के, बिहार के तीनों जो युवराज लोग हैं, चाहे राहुल गांधी हो, चिराग पासवान हो या तेजस्वी यादव हो समय आने पर तीनों अपना कहीं हनीमून बनाने जाते हैं, क्या करने जाते हैं पता नहीं : जीतन राम मांझी, हिंदुस्तान आवाम मोर्चा के राष्ट्रीय अध्यक्ष pic.twitter.com/JO3GZHYSnA
— ANI_HindiNews (@AHindinews) January 6, 2021
પત્રકારો સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે, તેઓ નીતીશ કુમાર પર એમએલસી બેઠક અને મંત્રી પદ માટે દબાણ કરશે. તેમણે એમ પણ જાહેરાત કરી છે કે, અમારી પાર્ટી જેડીયુની સાથે મળીને પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી લડશે. કારોબારીની બેઠકમાં માંઝીએ પક્ષના વિસ્તરણ માટેની યોજનાઓની પણ ચર્ચા કરી હતી. તેમણે કહ્યું કે અમે પશ્ચિમ બંગાળ, દિલ્હી અને ઝારખંડમાં હિન્દુસ્તાની અવમ મોચરાના સંગઠનને મજબૂત બનાવશે. આપને જણાવી દઇએ કે, પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી થોડા મહિના પછી જ યોજાવાની છે. જેડીયુએ બંગાળની 75 બેઠકો પર લડવાની જાહેરાત કરી દીધી છે. ચૂંટણીની ચર્ચાની સાથે સાથે એચએએમની રાષ્ટ્રીય કારોબારીની બેઠકમાં ખાનગી વિસ્તારોમાં અનામત લાગુ કરવાની માંગની દરખાસ્ત પણ પસાર કરવામાં આવી છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
