@નિલેશ મારૂ, મંતવ્ય ન્યૂઝ – જેતપુર…
જેતપુર તાલુકાનું એક એવું ગામ જ્યાં સંપૂર્ણ સ્વચ્છતા, પેવર બ્લોક રોડ, વીજળી પાણીની સુવિધા સંપૂર્ણ છે. હવે તો 21મી સદીનું આદર્શ ગામ બનાવવા માટે સરપંચે સીસીટીવી પણ લગાવી દીધા છે.
આપણું અમરાપર
સ્વચ્છ ગુજરાત સ્વચ્છ ગામ
ચોખ્ખઇમાં અમરાપરનો જવાબ નહીં
ગામવાસીઓની કટિબદ્ધતાથી જિલ્લાસ્તરે અમરાપરને સિદ્ધિ
હવે સીસીટીવીથી સજ્જ બન્યું ગામ
ગુનાખોરી અટકાવવા સીસીટીવીનો સહારો
આજના સમયમાં કોરોનાની મહામારી વચ્ચે ગુનાખોરીનો ગ્રાફ પણ વધતો જોવા મળી રહ્યો છે.ત્યારે જેતપુર તાલુકાના નાના એવા ગામ અમરાપર દ્વારા સીસીટીવીનો સહારો લેવામાં આવ્યો છે. 1000ની વસ્તી ધરાવતા અમરાપર ગામે વિકાસની સાથે સુરક્ષિત ગામની પણ વ્યાખ્યા પૂર્ણ કરી છે. ગામમાં રોડ, રસ્તા,પાણી, ગટર સફાઈ સહિતના અનેક વિકાસના કાર્યો તો કરવામા જ આવ્યાં છે. ત્યારે ગામમાં બાજપાઈ જૂથ યોજના હેઠળ ઘેર ઘેર નળ જોડાણો આપીને સ્થાનિક ગ્રામ પંચાયત દ્વારા પાણી પુરુ પાડવામાં આવી રહ્યું છે. પાણી પુરવઠાની નમૂનેદાર આદર્શ યોજના ખરા અર્થમાં જાણે સાકાર થઈ હોય તો અમરાપુર ગામમાં જ થઈ છે.
શાંતિ અને સમૃદ્ધિનું કેન્દ્ર બન્યું અમરાપર
સીસીટીવી લાગતા જાહેરમાં કચરો ફેંકતા લોકો અટક્યા
સરકારની વિવિધ યોજનાનો સરપંચે ગામને અપાવ્યો લાભ
ગામના સરપંચ દ્વારા સરકારની વિવિધ યોજનાઓ થકી રોડ રસ્તા ગટરો, પાણી સહિતના અનેક વિકાસના કાર્યો કરી ગામમાં સ્વચ્છ ભારતના નારાઓ સાથે સ્વચ્છ ભારતનું સ્વપ્ન પણ સાકાર કર્યું છે. માત્ર 1000ની વસ્તી ધરાવતા નાના એવા ગામને અમરાપર ગ્રામ પંચાયતે ગુનેગારો ઉપર બાજ નજર રાખવા માટે CCTV કેમેરાથી સજ્જ કરવામાં આવ્યું છે.જેમને લઈને ગામમાં બહારથી ચોરી લૂંટ કરવા માટે આવતા લોકો ઉપર અંકુશ આવ્યાની સાથે કેમેરાના ડરથી ગુનાખોરીનો ગ્રાફ પણ ઘટ્યો છે.આ સાથે જ ગામમાં CCTV કેમેરાના ડરને લઈને ગ્રામજનો જાહેરમાં કચરો ફેંકતા પણ ડર અનુભવી રહ્યા છે.
સરપંચે લોકડાઉનમાં કર્યો સમયનો સદુપયોગ
પ્રકૃતિપ્રેમી સરપંચે માળા બનાવી ગામમાં પક્ષીઓનો કલરવ સર્જ્યો
સેવા, સંકલ્પ અને વિકાસનો સમન્વય સાધતા સરપંચ
લોકડાઉનનો સદ ઉપયોગ કરીને એક અનોખુ પક્ષી બચાવ અભિયાન ચલાવ્યું હતુંજેમાં પણ સરપંચે પોતાના ગામમાં પક્ષીઓ માટે ચકલી ઘરો લગાવીને આજુંબાજુંના અન્ય ગામનિ લોકોને પણ ચકલીના માળાઓનું વિતરણ કર્યુ હતું.તો બીજી તરફ કોરોની મહામારીમાં ગામડાથી લઈને દેશના મહાનગરો સુધીના શહેરો સપડાયા છે.પરંતું જેતપુરના નાના એવા અમરાપર ગામમાં આજ દિવસ સુધી ગ્રામજનો અને સ્થાનિક ગ્રામ પંચાયતની તકેદારીને લઈને એક પણ કોરોના નો કેસ નોંધાયો નથી…
જુઓ આપણું અમરાપર નો વિશેષ વીડિયો અહેવાલ પણ – આપણું અમરાપર
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
