ભારત વિરુદ્ધ ઓસ્ટ્રેલિયાની ચાલી રહેલી મેચના ત્રીજા દિવસે ચા પહેલા જ ભારતીય ઇનિંગ્સ 244 રનમાં સમેટાઇ પેવેલિયન પાછી ફરી ગઇ છે. વરિષ્ઠ બેટ્સમેનના ખૂબ રક્ષણાત્મક વલણથી સિડનીમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચમાં ભારતને બેકફૂટ પર ઘકેલી દીધુ છે. મેચના ત્રીજા દિવસે ચા પહેલા જ ભારતીય ઇનિંગ્સ 244 રનમાં સમેટાઇ ગઇ છે. આમ ઓસ્ટ્રેલિયાને હવે પહેલી ઇનિંગના આધારે 94 રનની મહત્ત્વની લીડ પણ મેળવી લીધી છે. પૂજારાએ ભારત માટે ખૂબ ધીમી અર્ધસદી ફટકારી હતી.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર મેચની ટેસ્ટ શ્રેણીના ત્રીજી મેચનાં ત્રીજા દિવસે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર પ્રથમ ઇનિંગ્સમાં 244 રન બનાવીને ભારત ઓલઆઉટ થઈ ગયું હતું. આ પહેલા ઓસ્ટ્રેલિયાની ટીમ પ્રથમ દાવમાં 338 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. પ્રથમ ઇનિંગના આધારે ઓસ્ટ્રેલિયાએ 94 રનનો ફાયદો કર્યો છે.

ઉલ્લેખનીય છે કે, કાંગારૂ ટીમના કેપ્ટન ટિમ પેને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. શ્રેણી હાલમાં 1-1થી બરોબર છે. બંને ટીમો વચ્ચેની શ્રેણીની પહેલી મેચ એડિલેડમાં રમવામાં આવી હતી, જેને ઓસ્ટ્રેલિયાએ આઠ વિકેટથી જીતી લીધી હતી, જ્યારે બીજી મેચમાં ભારત આઠ વિકેટથી પલટવાર કર્યો હતો.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
