USA/ અમેરિકી સંસદ હુમલામાં સંડોવાયેલાની નોકરી ખતરામાં, FBI મેળવી રહી છે રેકોર્ડ

અમેરિકન સંસદ ભવન, કેપિટલ બિલ્ડિંગ, પર હુમલો અને હિંસામાં સામેલ લોકોએ જેલની હવા ઉપરાંત નોકરીઓ ગુમાવવી પડશે. અમેરિકાની ફેડરલ ઇન્વેસ્ટિગેશન એજન્સી, એફબીઆઇ હિંસામાં

Top Stories World
1

અમેરિકન સંસદ ભવન, કેપિટલ બિલ્ડિંગ, પર હુમલો અને હિંસામાં સામેલ લોકોએ જેલની હવા ઉપરાંત નોકરીઓ ગુમાવવી પડશે. અમેરિકાની ફેડરલ ઇન્વેસ્ટિગેશન એજન્સી, એફબીઆઇ હિંસામાં સામેલ લોકોની ઝડપથી ઓળખ કરવામાં સામેલ છે.સોશિયલ મીડિયામાં જે લોકોના ચહેરાઓ હુમલાઓ અને હિંસામાં જોવા મળે છે તે લોકો વધુને વધુ શોધી રહ્યા છે.

Moolenaar calls attacks at Capitol building 'disgraceful' - Big Rapids  Pioneer

USA / ટ્વિટરે કર્યુ ડોનાલ્ડ ટ્રમ્પનું એકાઉન્ટ @realDonaldTrump હંમ…

યુ.એસ.ના વહીવટની સાથે કંપનીઓ બુધવારે યુએસ કેપિટલ પરના હુમલામાં સામેલ તેમના કર્મચારીઓની ઓળખ અને શોધખોળ કરવા ચક્રોગતિમાન કર્યા છે. મેરીલેન્ડની ડાયરેક્ટ માર્કેટિંગ કંપની નવિસ્તરે તેના એક કર્મચારીની ઓળખ કરી અને તેને બરતરફ કરી દીધા છે. આ કર્મચારીઓએ પ્રદર્શન સમયે કંપનીની ઓળખનું આઈડી કાર્ડ રાખ્યું હતું.

US Capitol Hill Siege protests: Everything you need to know about the US  Capitol Hill siege

cold wave / ઉત્તર ભારતમાં શીત લહેર અને દક્ષિણભારતમાં વરસાદની આગાહી…

કંપનીએ કહ્યું કે તે શાંતિપૂર્ણ પ્રદર્શન અને અભિવ્યક્તિની સ્વતંત્રતાના અધિકારને સમર્થન આપે છે, પરંતુ કોઈ પણ કર્મચારી કે જે અન્ય લોકોને ખતરો આપે છે તે નોકરીમાં રહી શકશે નહીં. ટેક્સાસના વકીલ પોલ ડેવિસને પણ ગૂઝહેડ ઇન્સ્યુરન્સ નામની કંપનીએ સેવામાંથી હટાવી દીધી છે. સોશિયલ મીડિયા પોસ્ટ પછી ડેવિસ સામે કાર્યવાહી કરવામાં આવી છે.

Search is on to prosecute hundreds who broke into Capitol building – Press  Enterprise

Maharastra / ફરી સામે આવ્યો હોસ્પિટલ આગ્નિકાંડ, 10 બાળકો જીવતા ભૂંજાયા…

ટ્રમ્પ સમર્થકોએ આ હુમલો કર્યો હતો

કોંગ્રેસના સભ્ય લોઈડ ડોગજેટે ગુરુવારે ટિ્‌વટ કર્યું હતું કે, “બુધવારે થયેલા રમખાણોમાં ઘાયલ યુએસ કેપિટલ પોલીસ અધિકારીનું મોત નીપજ્યું હતું. ટ્રમ્પના બળવાખોરોને કારણે અત્યાર સુધીમાં પાંચ લોકોનાં મોત નીપજ્યાં છે. જવાબદારી નિશ્ચિત હોવી જોઈએ. ઓછામાં ઓછા 50 પોલીસ અધિકારીઓ ઘાયલ થયા હતા, જેમાંથી 15 કેપિટલમાં ટ્રમ્પ સમર્થકો દ્વારા કરવામાં આવેલા હિંસક હુમલાઓને કારણે ગંભીર રીતે ઘાયલ થયા હતા.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…