Bigg Boss 14/ આ અભિનેત્રીએ કરી એવી ભૂલ કે, પછી માંગવી પડી માફી

આ ઉપરાંત આ લોકપ્રિય શૉમાં મહેમાન બનીને આવેલા સ્ટાર્સ બિગ-બૉસના ઘરમાં નવા ટ્વિસ્ટ લઈને આવે છે. પરંતુ બિગ-બૉસ 14ના ઘરમાં પહોંચીને ટીવીની પ્રખ્યાત અભિનેત્રી રશ્મિ દેસાઈએ એવી ભૂલ કરી છે,

Entertainment

ટેલિવિઝન પર પ્રસારિત થતા રિયાલિટી શો “બિગ-બૉસ 14ને લઈ ખુબ ચર્ચાઓ છે. સલમાન ખાન દ્વારા હોસ્ટ કરાતા આ શોમાં દિનપ્રતિદિન કંઇક નવા રંગ જોવા મળતા હોય છે, તો બીજી બાજુ ક્યારેક કન્ટેસ્ટ્ન્ટ્સ વચ્ચે જોરદાર ઝઘડો જોવા મળે છે.

આ ઉપરાંત આ લોકપ્રિય શૉમાં મહેમાન બનીને આવેલા સ્ટાર્સ બિગ-બૉસના ઘરમાં નવા ટ્વિસ્ટ લઈને આવે છે. પરંતુ બિગ-બૉસ 14ના ઘરમાં પહોંચીને ટીવીની પ્રખ્યાત અભિનેત્રી રશ્મિ દેસાઈએ એવી ભૂલ કરી છે, જેના કારણે તેણે શૉની કન્ટેસ્ટન્ટ અને ભાજપ નેતા સોનાલી ફોગાટ પાસે માફી માંગવી પડી છે.

હકીકતમાં આ અઠવાડિયામાં જ્યાં સ્પધર્કોના પરિવારવાળા તેમને મળવા પહોંચ્યા હતા, ત્યારે વિકાસ ગુપ્તાના ઘરેથી કોઈ આવ્યું નહોતું. તો બીજી બાજુ વિકાસ ગુપ્તાની સારી મિત્ર હોવાને કારણે રશ્મિ દેસાઈએ તેના પરિવાર તરફથી શૉમાં પહોંચીને વિકાસ ગુપ્તાને સપોર્ટ કર્યો છે.

આ સમયે તેણે વિકાસ ગુપ્તાને રમત આગળ વધારવા માટે પ્રોત્સાહન આપ્યુ હતું અને બિગ-બૉસ 14ના ઘરમાં પહોંચીને રશ્મિ દેસાઈને ઘરના નવા કેપ્ટનનું નામ લેવું પડશે.

સૂત્રોના જણાવ્યા મુજબ, તે કેપ્ટન માટે સોનાલી ફોગાટનું નામ લેવાનો પ્રયત્ન કરે છે, પરંતુ રશ્મિ દેસાઈને તેમનું નામ યાદ આવતું નથી. ત્યારબાદ તેણે કેપ્ટન તરીકે રાખી સાવંતનું નામ લીધું. સોનાલીનું નામ ભૂલવા પર હવે રશ્મિ દેસાઈએ સોશિયલ મીડિયા પર તેમની પાસે માફી માંગી લીધી છે. તેણે પોતાના ઑફિશિયલ ટ્વિટર અકાઉન્ટ પર સોનાલી ફોગાટ પાસે આ ભૂલ બદલ માફી માંગી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો