@સચિન પીઠવા, મંતવ્ય ન્યૂઝ – સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર-દૂધરેજ- વઢવાણ સંયુક્ત પાલિકા દ્વારા મોબાઇલ ટાવરોના ભાડાની બાકી રકમ વસુલવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં નોટિસો આપ્યા બાદ 38 મોબાઇલ ટાવરનાં બાકી ભાડા પેટે રૂપિયા 49 લાખની વસુલાત કરવામાં આવી છે.
જ્યારે અન્ય કંપનીઓએ 15 દિવસની મુદ્દત માંગતા સ્વિકાર્ય રાખી છે. સુરેન્દ્રનગર અને વઢવાણનાં અલગ અલગ વિસ્તારોમાં આવેલા 92 મોબાઇલ ટાવરનાં ભાડાની બાકી રકમનો આંક 3.25 કરોડને આંબી જતાં પાલિકા તંત્ર દ્વારા બાકી રકમની વસુલાત માટે તમામ મોબાઇલ ટાવર કંપનીઓને નોટિસો ફટકારવામાં આવી હતી અને ચીફ ઓફીસર સંજયભાઇ પંડ્યાનાં માર્ગદર્શન હેઠળ હાઉસટેક્સ ઇન્સ્પેક્ટર છત્રપાલસિંહ ઝાલા, મુકેશભાઇ ડગલી સહીતની ટીમ દ્વારા 3 મોબાઇલ ટાવરોને સીલ પણ કરી દેવામાં આવતા મોબાઇલ ટાવરની કંપનીઓ હરકતમાં આવી હતી અને 38 મોબાઇલ ટાવરની અલગ અલગ કંપનીઓ દ્વારા કુલ 49 લાખની ભરપાઇ કરી હતી.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
