જામનગર જીલ્લામાં પ્રવાસે આવેલા રાજ્યના મુખ્યમંત્રીએ આજ રોજ જમનાનગર જીલ્લામાં ૩૬૦૦ ચો. મીટરમાં રણજિતસિંહજી સ્પોર્ટસ મ્યૂઝિયમ બનવાની જાહેરાત કરી હતી. અંગે માહિતી આપતા તેમને જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર રૂ. ૧પ કરોડના ખર્ચે અત્યાધુનિક સ્પોર્ટસ મ્યૂઝિયમ બનાવશે. ભારત અને ગુજરાતના નામાંક્તિ રમતવીરોની સિદ્ધિઓ-રમત ક્ષેત્રની ભારતની ગોલ્ડન મોમેન્ટસ પ્રદર્શિત કરાશે. રાજ્યની યુવા પેઢીને ખેલકૂદ ક્ષેત્રે રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સિદ્ધિ મેળવવાની પ્રેરણા-પ્રોત્સાહન રણજિતસિંહજી મ્યૂઝિયમ પૂરૂં પાડશે.
જામનગરને ક્રિકેટ જગતમાં વિશ્વખ્યાતિ અપાવનારા રણજિતસિંહજીનું નામ આ સ્પોર્ટસ મ્યૂઝિયમ સાથે જોડીને તેને શ્રી રણજિંતસિંહજી સ્પોર્ટસ મ્યૂઝિયમ તરીકેની આગવી ઓળખ અપાશે. આ સ્પોર્ટસ મ્યૂઝિયમમાં ભારતની રમત-ગમત ક્ષેત્રની સ્વર્ણિમ ક્ષણો ગોલ્ડન મોમેન્ટસ અતિ આધુનિક ટેકનોલોજી દ્વારા પ્રદર્શિત કરવામાં આવશે તેમ પણ જણાવ્યું છે. તેમણે આ મ્યૂઝિયમની વિશેષતાઓની વિગતો આપતાં જણાવ્યું કે, આ સંગ્રહાલયમાં ભારત દેશના અને ગુજરાતના રમતવીરોનો ગૌરવવંતો ઇતિહાસ તથા ભારત માં અને ગુજરાત રાજ્યમાં જન્મેલા નામાંક્તિ રમતવીરો રણજીતસિંહ (ક્રિકેટર), દિલિપસિંહજી (ક્રિકેટર) વગેરે તથા ગુજરાતના અન્ય નામાંક્તિ રમતવીરોની કારકિર્દી અને તેઓએ રમતોમાં મેળવેલ સિદ્ધિઓની પ્રદર્શની દ્વારા ગુજરાતના યુવાનોને રમત-ગમત ક્ષેત્રે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સિદ્ધિ મેળવવા માટેની પ્રેરણા આપવાનો પ્રયાસ કરાશે.
રણજિંતસિંહજી સ્પોર્ટસ મ્યૂઝિમમાં આધુનિક ટેકનોલોજી જેમાં 3D Projection, Holography, Augmented Reality, Sensor Based Sound Mapping, Elegant & Attractive Lighting System વગેરે થી દેશના રમત-ગમમત ક્ષેત્રની ગૌરવગાથાની પ્રસ્તુતીથી હાલની પેઢીના યુવાનો રમત-ગમત પ્રવૃત્તિઓમાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ ઉત્તમ સિદ્ધિ મેળવવા માટે પ્રેરિત થશે
દેશની રમત-ગમત ક્ષેત્રે સ્વર્ણિમ ક્ષણો અત્યાધુનિક ટેકનોલોજી દ્વારા આ સંગ્રહાલયમાં પ્રદર્શિત કરવામાં આવશે. આ સ્પોર્ટસ મ્યૂઝિયમ એક આંતરરાષ્ટ્રીય કક્ષાના પ્રસિદ્ધ સંગ્રહાલય તરીકે આગવી ઓળખ ઊભી કરશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
