Bodeli/ કોરોના વોરીયરનુ મોત થતા સરકારે કરી આટલાં લાખની સહાય…

કોરોના વોરીયરનુ મોત થતા સરકારે કરી આટલાં લાખની સહાય…

Top Stories Gujarat Others

@સુલેમાન ખત્રી, છોટાઉદેપુર

બોડેલી પ્રાંત કચેરીના કોરોના વોરિયર કર્મચારીનું કોરોના સંક્રમણ ને લઈ મોત થતા સરકાર દ્વારા રૂપિયા ૨૫ લાખ ની સહાય આપવામાં આવી.

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી સેવા સદન ખાતે પ્રાંત કચેરીમાં શિરસ્તેદાર તરીકે ની ફરજ બજાવતા કર્મચારી નગીનભાઈ કરસનભાઈ રાઠવા કોરોના કાળ દરમિયાન સતત કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવી રહ્યા હતા.  તે દરમિયાન ગત તા. ૧૦/૦૯/૨૦૨૦ ના રોજ કોરોનાથી સંક્રમિત થયા હતા.

Jamnagar / જામનગરમાં બનશે આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્પોર્ટસ મ્યૂઝિયમ : મુ…

Crime / ધોર કળિયુગ, પુત્રએ માતાનાં વાળ પકડી જમીન પર પછાડી લાફા માર્ય…

જેથી તેઓને સૌપ્રથમ બોડેલીના કોવીડ સેન્ટર ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાંથી તેઓને વધુ સારવાર માટે વડોદરા ના ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં ગત તત.૨૦/૦૯/૨૦૨૦ નાં રોજ તેઓનું કરૂણ મોત થયું હતું.

ફરજના ભાગરૂપે કોરોના સંક્રમણને કારણે શિરસ્તેદાર નગીનભાઈ રાઠવાનું અવસાન થતાં તેઓના આશ્રિત પરિવારને મુખ્યમંત્રી ના રિલીફ ફંડ માંથી રૂપિયા ૨૫ લાખ ની સહાય નો ચેક તેમના ધર્મપત્ની મીનાબેન નગીનભાઈ રાઠવા ને બોડેલીના પ્રાંત અધિકારી ઉમેશભાઈ શાહના હસ્તે આપવામાં આવ્યો હતો. ત્યારે ઉમેશભાઈ શાહે તેઓની કચેરીમાં શિરસ્તેદાર તરીકે ફરજ બજાવતા નગીનભાઈ રાઠવા ના અવસાન ને લઇ દુઃખ વ્યક્ત કરી તેઓના પરિવાર પર આવી પડેલ આકસ્મિક દુઃખને સહન કરવાની શક્તિ પરમ કૃપાળુ પરમાત્મા પ્રદાન કરે એવી પ્રાર્થના પણ કરી હતી.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…