Technology/ WhatsApp ની પીછેહઠ! નવી પ્રાઈવસી પોલિસીને મુકી હોલ્ડ પર

અંતે દુનિયાભરનાં લોકોની આલોચના અને ધોવાણનું રેડ સિગ્નલ મળતા વ્હોટ્સઅપ સફાળુ જાગ્યું છે. વ્હોટ્સઅપે તેની અત્યંત વિવાદાસ્પદ નવી પ્રાઇવસી પોલિસીને ઓછામાં ઓછા ત્રણ મહિના માટે હોલ્ડ પર મુકી દીધી છે….

Tech & Auto

અંતે દુનિયાભરનાં લોકોની આલોચના અને ધોવાણનું રેડ સિગ્નલ મળતા વ્હોટ્સઅપ સફાળુ જાગ્યું છે. વ્હોટ્સઅપે તેની અત્યંત વિવાદાસ્પદ નવી પ્રાઇવસી પોલિસીને ઓછામાં ઓછા ત્રણ મહિના માટે હોલ્ડ પર મુકી દીધી છે.

વ્હોટ્સઅપે અંતે પીછેહઠ કરવી પડી છે. 8 મી ફેબ્રુઆરી સુધીમાં નવી પ્રાઇવસી પોલીસીનો સ્વીકાર નહીં કરનાર યૂઝર્સનું એકાઉન્ટ વ્હોટ્સઅપ હમણા ડિલીટ નહીં કરે. થોડા દિવસ પહેલા દુનિયાભરનાં વ્હોટ્સઅપ યુઝર્સને એક નવું અપડેટ આવ્યું હતું. જેમાં તેમણે વ્હોટ્સઅપની નવી પ્રાઇવસી પોલિસી સ્વીકાર કરવાની હતી અને જો આ પોલિસી સ્વીકારે નહીં તો 8મી ફેબ્રુઆરીએ તેમનું વ્હોટ્સઅપ એકાઉન્ટ ડિલીટ કરવાનું થતું હતું. જેમને વ્હોટ્સઅપ વિના બિલકૂલ ચાલતું નથી તેવા અસંખ્ય લોકોએ આ નવી પોલિસીનો સ્વીકાર કરી લીધો હતો. જો કે બાદમાં ખબર પડી હતી કે આ પોલિસીમાં ઘણી બધી રીતે પ્રાઇવસી ખતરામાં આવતી હતી. આથી ઘણાં લોકોએ વ્હોટ્સઅપ છોડીને ભારતીય બજારમાં પહેલેથી જ ખાસ્સુ એક્ટિવ એવા ટેલિગ્રામને સ્વીકારી લીધું હતું તો બીજી તરફ ટેસ્લાના એલન મસ્કના એક ટ્વીટે પણ રાતોરાત સિગ્નલ જેવી નવી એપને સ્ટાર બનાવી દીધી. સિગ્નલમાં ડાઉનલોડ એ હદે વધી રહ્યાં છે કે તેની આખી સિસ્ટમ જ આજે ડાઉન થઈ ગયાની ઘટના પણ બની છે.

વ્હોટ્સઅપે વિવાદાસ્પદ પોલિસીને 3 મહિના ડિલે કરવાના ન્યૂઝ પોતાના ઓફિશિયલ ટ્વીટર હેન્ડલ ઉપરાંત એક બ્લોગમાં પણ વિસ્તૃત રીતે આપ્યાં છે. આ બ્લોગમાં વ્હોટ્સઅપે સ્પષ્ટતા કરી છે કે યુઝર્સને નવી પોલિસી સમજવામાં કન્ફ્યૂઝન થઈ રહી છે. અને યુઝર્સ નવી પોલિસી સમજી લે તે માટે અમે વધુ 3 મહિનાનો સમય આપીએ છીએ. મેમાં અમે નવી પોલિસી અંગે ફરી એકવાર યુઝર્સ પાસે આવીશું. આ સાથે જ વ્હોટ્સઅપે ડેટા પ્રાઈવસીના જોખમની ચિંતા વચ્ચે ફરીવાર કહ્યું છે કે વ્હોટ્સઅપ પર બે વ્યક્તિની વાતચીતનો ડેટા સંપૂર્ણ સુરક્ષિત છે ત્રીજો વ્યક્તિ કોઈપણ સંજોગોમાં તેને મેળવી શકે નહીં. જો કે વિશ્વાસ કાચ જેવો હોય છે એ ન્યાયે વ્હોટ્સઅપને ગુમાવેલા યુઝર્સ પાછા મળશે કે કેમ એ મોટો સવાલ છે.

Gadjets / ફેસબુક અને વોટ્સએપ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી, કપટપૂર્વક …

યુઝર ડેટા / ટીકા અને વિરોધનાં વંટોળ બાદ વોટ્સએપે તેની નવી ડેટા-શેરિંગ ની…

Technology / ખૂબ જલ્દી આવી રહ્યું છે WhatsApp પર નવું ફીચર, આર્કાઇવ્ડની જ…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો