- ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના નવા કેસની સંખ્યા 518
- રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો 255872
- ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં લોકોનાં મૃત્યુ 2
- રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 704
- ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 245207
- રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 6347
ગુજરાતમાં કોરોનાનાં કેસમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. તાજેતરનાં કોરોનાનાં આંકની વાત કરીએ તો તે પણ સ્પષ્ટપણે દર્શાવે છે કે બસ હવે રાજ્યમાંથી કોરોના જલ્દી જ બાય બાય કહેશે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં નવા કેસનો આંક 518 છે. જ્યારે કુલ કેસનો આંક 2,55,872 પર પહોંચી ગયો છે. વળી છેલ્લા 24 કલાકમાં 02 દર્દીઓનું કોરોનાનાં કારણે મોત થયુ છે. જ્યારે આ સમયગાળામાં 704 દર્દીઓને ડસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અને કોરોનાથી ઠીક થયેલા દર્દીઓનો આંક હવે 2,45,207 પર પહોંચી ગયો છે. ત્યારે રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 6,347 છે.
પૂરી દુનિયામાં કોરોના અને કોરોનાનો નવા સ્ટ્રેને હાહાકાર મચાવી દીધો છે, પરંતુ ગુજરાત માટે રાહતનાં સમચાર છે કે ગુજરાતમાં કોરોના વાયરસનું સંક્રમણ હાલ નબળુ પડતુ જોવામાં આવી રહ્યું છે. હાલની સ્થિતિએ કહી શકાય કે કોરોનાનો કહેર કાબૂમાં જોવામાં આવી રહ્યો છે. પાછલા દિવસોની સરખામણીએ હાલ ગુજરાતમાં કોરોના પૂર્ણ રીતે કાબૂમાં હોવાની આરે જોવામાં આવી રહ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં પાછલા દિવસોનાં પ્રમાણમાં અંશત સતત ઘટાડો જોવામાં આવી રહ્યો છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
