કોરોનાનો કપરો કાળ ચાલી રહ્યો છે, તેમા પણ બર્ડ ફ્લુએ દેખાદેતા ચાલી રહેલી મેડિકલ ઇમર્જન્સીમાં વધુ ગંભીરતાનો ઉમેરો થયો, અને બરોબર આવા જ સમયે આરોગ્ય કર્મચારીઓ લાંબા સમયથી પોતાની પડતર માંગણીઓને લઇને ગુજરાત સરકાર સામે હડતાળનું રણશીંગુ ફૂક્યું. જો કે, સરકારે આવા સમયે હડતાળનાં કારણે આરોગ્ય કર્મચારી સામે એપેડમીક એકટ હેઠળ પગલા લેવાની વાત કરી લાલ આંખ પણ બતાવી છે. પરંતુ આરોગ્ય કર્મચારીઓ છતા પણ અડગ જોવામાં આવી રહ્યા છે અને આરોગ્ય કર્મચારીઓએ હડતાળ યથાવત રહેશે તેવી જાહેરત કરી છે.
ઉલ્લેખનીય છે કે, જિલ્લા આરોગ્ય કર્મચારીઓની બેઠક પૂર્ણ થઇ ગઇ છે. અને માગણી નહીં સ્વીકારાય ત્યાં સુધી હડતાળ આરોગ્ય કર્મચારીઓની હડતાળ યથાવત તેવી ચિમકી બેઠક બાદ જાહેર કરવામાં આવી છે. રાજ્યનાં 33 જિલ્લાના તમામ કેડરના કર્મચારીઓ આ હડતાળમાં જોડાયા હોવાની વિગતો વિદિત છે.
આરોગ્ય કર્મચારીઓની માંગ છે કે, સરકાર પહેલા અમને સાંભળે. સરકાર દ્વારા ધમકીઓના લેટર મોકલાયા છે પણ અમે ડરીશું નહીં અને અમારી માગણીઓ પૂર્ણ કરવામાં નહી એવા ત્યા સુધી હડતાળ યથાવત રહેશે તેવો બેઠકમાં સર્વ સંમતિથી નિર્ણય લેવાયો છે. આરોગ્ય કર્મચારીઓ દ્વારા અત્રે સ્પષ્ટતા કરવામાં આવી છે. કે, સરકાર સામે ઝુકીશું નહીં. અમે જ્યારે કોરોનાકાળમાં અવિરત કાર્ય કર્યું છે, પરિવારની ચિંતા કર્યા વિના કામ કર્યું અને અત્યારે સરકાર કર્મચારીઓને ડરાવવાનો પ્રયત્ન કરે છે. અમારી માગણીઓ પૂર્ણ નહી થાય ત્યાં સુધી અમે હડતાળ ચાલુ જ રાખીશું.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
