વેબ સિરીઝ ‘તાંડવ’ કેસની તપાસ માટે લખનઉ પોલીસની ટીમ મુંબઇ પહોંચી છે. આજે પોલીસ ટીમ નામજોગ આરોપીઓની પૂછપરછ કરશે. લખનઉના હજરતગંજ કોતવાલીમાં સૈફ અલી ખાનની વેબ સિરીઝ ‘તાંડવ’ સામે કેસ દાખલ કરાયો હતો. જેમાં એમેઝોન પ્રાઈમના કન્ટેન્ટ હેડ, નિર્માતા, લેખક અને વેબ સિરીઝના ડિરેક્ટર અલી અબ્બાસ ઝફર નામજોગ હતા. પોલીસ આજે આ સિરીઝના નિર્માતાઓની મુંબઈમાં પૂછપરછ કરશે.
વેબ સિરીઝ ‘તાંડવ’ ના ડિરેક્ટર અને લેખક ગૌરવ સોલંકી વિરુદ્ધ લખનઉ અને નોઈડા સહિતના અનેક શહેરોમાં એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી, જેમાં કહેવામાં આવ્યું છે કે આ સીરીઝમાં હિન્દુ દેવ-દેવીઓની ખરાબ છાપ બતાવવામાં આવી છે, જે ધાર્મિક ઉન્માદને ઉશ્કેરી શકે છે.
આપને જણાવી દઈએ કે, 15 જાન્યુઆરીએ એમેઝોન પ્રાઈમ પર રીલિઝ થયેલી સૈફ અલી ખાનની વેબ સિરીઝ તેની રિલીઝ પછીથી વિવાદોમાં ઘેરાઈ ગઈ છે. આ સિરીઝમાં સૈફ અલી ખાન સાથે મોહમ્મદ ઝિશન અયુબ, કુમુદ મિશ્રા, અનૂપ સોની, કૃતિકા કામરા, સંધ્યા મૃદુલ, ડિમ્પલ કાપડિયા, સુનીલ ગ્રોવર, દિનો મોરિયા પણ છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
