બોલિવૂડ અભિનેત્રી ઉર્વશી રૌતેલા તેના મોંઘા ડ્રેસ અને ગ્લેમરસ ફોટાને કારણે દરેકનું ધ્યાન આકર્ષિત કરે છે. આપણે જાણીએ છીએ કે ઉર્વશી રૌતેલા તેની અનોખી સ્ટાઇલથી ચાહકોના દિલ પર રાજ કરે છે. ઉર્વશી તેના આગામી પ્રોજેક્ટ્સમાં ખૂબ વ્યસ્ત છે, પરંતુ સોશિયલ મીડિયા પર ચાહકો માટે લેટેસ્ટ સ્ટ કરવાનું ક્યારેય ભૂલતી નથી. તાજેતરમાં જ ઉર્વશીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેણે 5 લાખનું ગાઉન 45 લાખના દાગીના પહેર્યા છે.
આ વીડિયોમાં ઉર્વશી રૌતેલાએ બ્લુ સ્લિપ ગાઉન પહેર્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ ગાઉનની કિંમત ફક્ત 5 લાખ રૂપિયા છે અને 45 લાખની ઝવેરાત પહેરી છે. ઉર્વશી રૌતેલા આ લૂકમાં 50 લાખમાં તૈયાર થઇ છે. આની સાથે તે વીડિયોમાં જોઇ શકાય છે કે તે ગ્લેમરસ અંદાજમાં ચાલી રહી છે. તેના ફેસ પરના હાવભાવને લઇને પણ ચર્ચા જગાવી રહી છે.
View this post on Instagram
ઉર્વશી રૌતેલાનો આ વીડિયો અત્યાર સુધી 2,994,994 થી વધુ વખત જોવામાં આવ્યો છે. ઉર્વશી રૌતેલાએ વીડિયો શેર કર્યો છે અને કેપ્શનમાં લખ્યું છે. ‘ઉર્વશી એટલે હાર્ટ કંટ્રોલર. તાજેતરમાં જ મને ખબર પડી. ‘
View this post on Instagram
વર્ક ફ્રન્ટ વિશે વાત કરતાં ઉર્વશી રૌતેલા મોહન ભારદ્વાજની ફિલ્મ’ બ્લેક રોઝ ‘ના શૂટિંગમાં વ્યસ્ત છે. તાજેતરમાં જ ઉર્વશી રૌતેલાનું નવું પંજાબી ગીત પણ રજૂ થયું, જેને નામ ‘વો ચાંદ કહા સે લાઓગી’ છે.
