Gujarat/ ફાજલ શિક્ષકો માટે આવ્યા સુખદ સમાચાર, શિક્ષણ વિભાગે કર્યો સત્તાવાર પરિપત્ર

ગુજરાતમાં બિનસરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાનાં શિક્ષકો અને બિનશૈક્ષણિક કર્મચારીઓને વર્ગ ઘટાડો થતા કે શાળા બંઘ થવાની સ્થિતિમાં કાયમી ધોરણે ફાજલ રક્ષણ આપવાનો નિર્ણય મુખ્યપ્રધાન વિજય રૂપાણીનાં નેતૃત્વની સરકાર હસ્તકનાં શિક્ષણ વિભાગે કર્યો છે….

Gujarat Others

@અરૂણ શાહ, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ

ગુજરાતમાં બિનસરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાનાં શિક્ષકો અને બિનશૈક્ષણિક કર્મચારીઓને વર્ગ ઘટાડો થતા કે શાળા બંઘ થવાની સ્થિતિમાં કાયમી ધોરણે ફાજલ રક્ષણ આપવાનો નિર્ણય મુખ્યપ્રધાન વિજય રૂપાણીનાં નેતૃત્વની સરકાર હસ્તકનાં શિક્ષણ વિભાગે કર્યો છે. આ અંગે શિક્ષણ વિભાગે સત્તાવાર પરિપત્ર પણ જાહેર કર્યો છે.

રાજ્યમાં વર્ગ ઘટાડો થતા કે સંખ્યા ઓછી હોવાના કારણે બિનસરકારી અનુદાનિત શાળા બંધ કરવાની નોબત સરકારને આવી છે. પરંતુ આ સંસ્થાઓમાં અભ્યાસ કરાવતાં શિક્ષકોને કે બિનશૈક્ષણિક સ્ટાફને અન્યત્ર ખસેડવા શિક્ષણવિભાગ અને સ્કુલ કમિશનર સમક્ષ યયેલી રજૂઆતને સરકારે સાનુકૂળ પ્રતિસાદ આપ્યો છે. જેના પગલે આ પ્રકારે ફાજલ થયેલાં શૈક્ષણિક કે બિનશૈક્ષણિક સ્ટાફને સમાવીને નોકરીમાં યથાવત રાખવાનો શરતી નિર્ણય શિક્ષણવિભાગે કર્યો છે.  શિક્ષણવિભાગે કરેલાં પરિપત્ર મુજબ રાજ્યની બિનસરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના ફિક્સપગારદાર સહિતના તમામ શૈક્ષણિક અને બિનશૈક્ષણિક સ્ટાફ માટે નિર્ણયનો અમલ થશે. વર્ગ ઘટાડો કે શાળા બધ થવાની સ્થિતિમાં શિક્ષક કે કર્મચારીને ફાજલ જાહેર કરવાની કે અન્ય શાળામાં સમાવવા અંગેની કાર્યવાહી જિલ્લા શિક્ષણાધિકારીએ કરવાની રહેશે. સ્વૈચ્છિક નિવૃત્તિ , વય નિવૃત્ત કે અવસાન પામેલા કર્મચારીના પરિવારના કોઇપણ કેસ માટે આ નિર્ણય લાગુ થશે નહીં. ફાજલ થયેલાં શૈક્ષણિક કમર્ચારને તેઓના સંબંધિત વિભાગ અને વિષયની જગ્યા પર સમાવવાના રહેશે.

ફાજલ થયેલાં કર્મચારીઓને જે જિલ્લામાંથી ફાજલ થયેલ હોય તે જ જિલ્લાની અન્ય બિનસરકારી અનુદાનિત શાળામાં સમાવવાના રહેશે. જિલ્લામાં ખાલી જગ્યા નહીં હોય તે નજીકના જિલ્લામાં અને ત્યારબાદ પણ જગ્યા ખાલી નહીં હોય તો રાજ્યના જે જિલ્લામાં ખાલી જગ્યા હોય ત્યાં સમાવવાના રહેશે. આ અંગેની જાણ જિલ્લા શિક્ષણાધિકારી તરફથી શિક્ષણ કમિશનરને કરવાની રહેશે. ફાજલ થયેલાં શિક્ષક કે કર્મચારી જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા ફાળવવામાં આવેલાં સ્થાને હાજર નહીં થાય તો ફાજલનું રક્ષણ રદ કરાશે. ફાજલ શિક્ષકોને નોકરીના વર્ષ ધ્યાને લીધા વિના નિયમ મુજબ છૂટા કરવાના રહેશે. ફાજલનુંરક્ષણ મેળવાનારા જેટલો સમય કામગીરી વિના રહે એ સમય સુધી કોઇપણ સેવાકીય લાભ મળવાપાત્ર રહેશે નહીં. આ રીતે એકંદરે સરકારે સત્તાવાર પરિપત્ર કરીને ફાજલ શિક્ષકોના હિતમાં શિક્ષકો અને બિનશૈક્ષણિકસ્ટાફને પણ રક્ષણ આપવાનો નિર્ણય કર્યો છે. જે ફાજલ શિક્ષકો માટે લાભદાયી પુરવાર થશે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો