મહુધા તાલુકાના ફિણાવ ગામથી પસાર થતી માઇનોર કેનાલમાં સવારના સમયે પુરૂષનો તરતો મૃતદેહ જોવા મળ્યો હતો. જેને લઈ ગામમાં ચકચાર મચી જવા પામી હતી. ઘટનાની જાણ થતાં મહુધા પોલીસે મૃતદેહનો કબજો લઇ તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. યુવકના શરીર પર ઇજાના નિશાનને લઇને આ મામલો હત્યા ? આત્મહત્યા કે અકસ્માતે મોતનો છે તે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ સ્પષ્ટ થશે.
આપને જણાવી દઈએ કે, પોલીસની પ્રાથમિક તપાસમાં ગ્રામજનોની પૂછપરછ કરતા ઓળખ થઈ શકી નહોતી. અજાણ્યો પુરૂષ 35 થી 40 વર્ષના આશરાના યુવકનો છે. જો કે, હજી સુધી યુવક કોણ છે અને ક્યાંનો છે તે સ્પષ્ટ થયું નથી. મહુધા પોલીસ દ્વારા આસપાસના વિસ્તારમાં યુવકના વાલીવારસોની તપાસ કરવામાં આવી રહી છે.
ફિણાવ પાસેની માઇનોર કેનાલમાંથી મળી આવેલા મૃતદેહને પ્રાથમિક દ્રષ્ટિએ કોઇએ હત્યા કરીને કેનાલમાં ફેંકી દેધો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. મૃતદેહના માથાના અને શરીરના ભાગે ઇજાના જે રીતના નિશાન છે તે જોતાં બોથડ પદાર્થથી માર માર્યો હોવાની આશંકા છે.
આ અંગે મહુધા પીઆઈ વી.કે.ખાંટ દ્વારા જણાવાયું હતું કે પોસ્ટમોર્ટમ અને એફએસએલ રિપોર્ટ બાદ જ ઈજા પહોંચવા અંગે જાણી શકાય.જે બાદ જ હત્યા કે અકસ્માત છે તે કહી શકાય.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
