Chota Udepur/ નાર્કોટિક્સની મોટી કાર્યવાહી, ₹ 1.23 કરોડના લીલા ગાંજા સાથે 2 લોકોની ધરપકડ

છોટાઉદેપુર પોલીસ અને SOGની ટીમને બાતમી મળી હતી કે, મીઠીબોર ગામના ખેતરમાં ગાંજાનું  વાવેતર કરવામાં આવ્યું છે. આથી પોલીસ અને SOGની ટીમે બાતમીના આધારે સંયુક્ત કાર્યવાહી કરીને ખેતરમાં રેડ પાડી હતી.

Gujarat Others

છોટાઉદેપુર જિલ્લામાં નાર્કોટિક્સ દ્વારા અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી કરવામાં આવી છે.  અહીં મીઠાબોર ગામના ખેતરમાંથી 1.23 કરોડની કિંમતનો 1233 કિલો લીલો ગાંજો સાથે બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. છોટાઉદેપુર પોલીસ અને SOGની ટીમે સંયુક્ત કાર્યવાહી કરી હતી. જેમાં ખેતરમાં વાવેતર કરાયેલો 1233.466 કિલો લીલો ગાંજો પોલીસે ઝડપી પાડ્યો હતો અને બે આરોપીની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, છોટાઉદેપુર પોલીસ અને SOGની ટીમને બાતમી મળી હતી કે, મીઠીબોર ગામના ખેતરમાં ગાંજાનું  વાવેતર કરવામાં આવ્યું છે. આથી પોલીસ અને SOGની ટીમે બાતમીના આધારે સંયુક્ત કાર્યવાહી કરીને ખેતરમાં રેડ પાડી હતી. રેડ દરમિયાન પોલીસને ખેતરમાં વાવેતર કરાયેલો 1233.466 કિલો લીલો ગાંજો પોલીસે ઝડપી પાડ્યો હતો. જેની કિંમત 1.23 કરોડ રૂપિયા થાય છે. બોડેલી સી.પી.આઈ. એ.એ. દેસાઈએ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

હાલ બોડેલી પોલીસે બન્ને આરોપીઓને ક્વોરન્ટાઈન કરીને તેમના કોવિડ ટેસ્ટ કરવા સહિતની કાર્યવાહી હાથ ધરી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો