- ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના નવા કેસની સંખ્યા 451
- રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો 258264
- ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં લોકોનાં મૃત્યુ 2
- રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 700
- ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 248650
- રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 5240
સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર છે. ત્યારે આપણા દેશમાં કોરોનાનાં કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. જો ગુજરાતની વાત કરીએ તો અહી પણ કોરોનાનાં કેસમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. જણાવી દઇએ કે, સમગ્ર વિશ્વમાં જે વાયરસે કહેર મચાવ્યો છે, જેને લઇને સમગ્ર દુનિયાનાં વૈજ્ઞાનિકો વેક્સિન બનાવવાની તૈયારી કરી રહ્યા હતા તે કોરોના વાયરસને આપણો દેશ માત આપી રહ્યો હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે.
વિશ્વની સરખામણીએ આપણા દેશમાં કોરોનાનાં દર્દીઓનો આંક ઘટી રહ્યો છે. વળી જો ગુજરાતની વાત કરવામાં આવે તો અહી આ ગ્રાફ સતત ઘટી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં નવા કેસની સંખ્યા 451 હોવાનુ સામે આવ્યુ છે. આ સાથે રાજ્યમાં કુલ કેસનો આંક 2,58,264 પર પહોંચી ગયો છે. વળી છેલ્લા 24 કલાકમાં 02 લોકોનું આ કોરોના વાયરસનાં કારણે મોત નિપજ્યું છે. રાજ્યમાં આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 700 નોંધાઇ છે. વળી આ કોરોનાને માત આપી ઠીક થયેલા દર્દીઓની સંખ્યા 2,48,650 પર પહોંચી ગઇ છે. ગુજરાતમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 5,240 પર પહોંચી ગઇ છે.
ઉલ્લેખનીય છે કે, હાલમાં 51 દર્દીઓ વેન્ટિલેટર પર છે. રાજ્યમાં દર્દીઓના સાજા થવાનો દર 96.28 ટકા થઇ ચુક્યો છે. રાજ્યમાં ટેસ્ટની સંખ્યામાં પણ દિન પ્રતિદિન વધારો કરવામાં આવી રહ્યો હોવાના દાવા સરકાર કરી રહી છે. જો કે આશ્ચર્યજનક રીતે કેટલા ટેસ્ટ કરવામાં આવ્યા તે અગાઉ આંકડો દર્શાવાતો હતો. જે હવે બંધ કરી દેવાયો છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
