Ahmedabad News : ગુજરાતમાં ટ્રાફિક પોલીસની સીધી ભરતી સંદર્ભે મોટા સમાચાર સામે આવ્યા છે. જેને પગલે અમદાવાદને 200 ટ્રાફિક કોન્સ્ટેબલ મળશે.હાઈકોર્ટમાં સુઓમોટો અરજીની સુનાવણી દરમિયાન સરકારે આ બાંયધરી આપી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા અમદાવાદમાં રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવા, અકસ્માતો ઘટાડવા અને ટ્રાફિક નિયમોના પાલન અંગે ચીફ જજની બેંચ દ્વારા સુઓમોટો અરજી લેવામાં આવી હતી. જેની સુનાવણી દરમિયાન સરકારી વકીલે જણાવ્યું હતું કે સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ દ્વારા રાજ્યમાં 1315 ટ્રાફિક કર્મચારીની જરૂર હોવાનું જણાવ્યું છે. થોડા સમયમાં આ જગ્યાઓ ઉપર સીધી ભરતી કરાશે. તે સિવાય આ સંદર્ભે જાહેરાત બહાર પાડવામાં આવશે. જેમાં 1315 તેમાંથી અમદાવાદમાં 200 ટ્રાફિક કોન્સ્ટેબલ ફાળવવામાં આવશે.
બીજીતરફ પોલીસની જગ્યાઓને લઈને આગામી 15 વર્ષ માટે થર્ડ પાર્ટી એક્સપર્ટ સલાહ લેવાઈ રહી છે. હાલમાં 11 હજાર જગ્યાઓ પોલીસમાં ભરાઈ રહી છે. વર્તમાન સમયમાં રાજ્યમાં વસ્તીના હિસાબમાં પોલીસની જરૂરિયાત અંગે સ્પષ્ટતા નથી, એમ કોર્ટે કહ્યું હતું. આ માટે એનાલીસીસ જરૂરી છે., ટ્રાફિક પોલીસની કેટલી જરૂર છે ? ભવિષ્યમાં કેટલી જરૂર પડશે ? ઉપરાંત કોર્ટે આ મુદ્દે ગૃહ વિભાગના સેક્રેટરીને પ્રોગ્રેસ રીપોર્ટ રજૂ કરવા જણાવ્યું હતું. ત્યારબાદ આ અંગે નવેમ્બર મહિનામાં સુનાવણી રાખી છે.
અગાઉની સુનાવણીમાં કોર્ટને જણાવ્યું હતું કે, હતું કે ટ્રાફિક પોલીસની જગ્યા બિન હથિયારધારી પોલીસ કર્મચારીઓમાંથી કરવામાં આવે છે. સીધી ભરતી અંતર્ગત જ ટ્રાફિક પોલીસમાં ખાલી પડેલી જગ્યાઓ ભરવામાં આવશે. તે સિલવાય ટૂંકા અને મધ્યમ ગાળાને ધ્યાનમાં રાખીને વર્તમાન ભરતી કરવામાં આવી રહી છે. ટ્રાફીક પોલીસ માટે કોઈ અલગ કેડર નથી. પરંતુ જો તેમ કરવામાં આવે તો પ્રમોશન સહિતના મુદ્દાઓ ઉપસ્થિત થાય છે. જેને લઈને રોટેશન કરીને ટ્રાફિક પોલીસમાં પોલીસને તૈનાત કરવામાં આવે છે. પોલીસ કર્મચારીને ભલે આખું જીવન ટ્રાફિક વિભાગમાં રાખવામાં ના આવે, પરંતુ પોલીસ ભરતી બોર્ડ રોટેશન અંગે નિર્ણય કરે,એમ હાઇકોર્ટે કહ્યું હતું.
આ પણ વાંચો:ગોંડલના રીબડા સ્થિત અનિરુદ્ધસિંહ જાડેજાના પેટ્રોલ પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહની કેરળથી ધરપકડ
આ પણ વાંચો:મારા મરવા પાછળ અનિરુદ્ધસિંહ જાડેજાનો હાથ: અમિત ખૂંટ
