@મોહસીન દાલ, મંતવ્ય ન્યૂઝ – પંચમહાલ
કાલોલ તાલુકાનાં ડેરોલ સ્ટેશન પાસે રેલ્વે ઓવર બ્રિજ બનાવવાની કામગીરી છેલ્લા ત્રણ વર્ષથી બંધ હાલતમાં પડી રહેતા બંધ કરેલા ફાટક પાસેથી ખુલ્લામાં રેલ્વે લાઈન ક્રોસ કરતા ગુરૂવારે રાત્રે એક મહિલા ટ્રેનની અડફેટે આવી જતાં અંતે સારવાર દરમિયાન મોત નીપજતા તંત્રની બેદરકારી અને નિષ્ક્રિયતા સામે ભારે રોષ ઉઠયો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ ડેરોલ સ્ટેશન સ્થિત લીમડા ચોક પાસે રહેતા વર્ષાબેન ઘનશ્યામભાઈ કાછીયા (ઉ. વ. 60) ગુરૂવારે સાંજે કાલોલ શહેર ખાતે એક લગ્ન પ્રસંગે આવ્યા હતા અને લગ્ન પ્રસંગ પતાવીને રિક્ષામાં બેસી ડેરોલ સ્ટેશન પરત ફરતા રાત્રે 22:30 કલાકે રેલવે ફાટક બંધ હોવાથી કાલોલ તરફી ફાટક પાસે ઉતરીને ફાટક પાસેના રેલવે લાઇન પરથી ખુલ્લા આવન જાવન કરવાના રસ્તે ચાલતા પસાર થવા દરમ્યાન મહિલાના કેડનો કંદોરો રેલવે લાઇન પાસે જ પડી જતા ડબલ રેલવે લાઈન પર રાત્રીના સુમારે શરત ચૂકના પગલે એ સમયે ધમધમતી આવી રહેલી રાજધાની એક્સપ્રેસ ટ્રેનની અડફેટે આવી જતા ફેંકાઈને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.
જે અકસ્માતને પગલે તેઓને વધુ સારવાર માટે વડોદરા એસ.એસ.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.પરંતુ એક દિવસની સારવારને અંતે શુક્રવારના રોજ વર્ષાબેનનું કરુણ મોત નીપજ્યું હતું. આમ છેલ્લા ચાર વર્ષથી બંધ પડી રહેલા રેલવે ઓવરબ્રિજ અને બંધ કરેલા ફાટકને કારણે જોખમી બનેલા રેલવે ક્રોસિંગ પર સ્થાનિક મહિલાએ જીવ ગુમાવતા તંત્રની બેદરકારી સામે સ્થાનિક લોકોએ ભારે રોષ ઠાલવ્યો હતો.
Gujarat / “અસાધારણ આસૂચના કૌશલ્યતા” પદક આપી DGP એ કર્યું પોલીસકર્મીઓનું સન્માન
Rajkot / 14 વર્ષના થેલેસેમિયા ગ્રસ્ત બાળકને બ્લડ ચડાવ્યા બાદ HIV રિપોર્ટ પોઝિટિવ,પરિવારનો હોબાળો
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
