વનવિભાગ/ ગુજરાતમાં રાની પશુઓની રંજાડ, સિંહે યુવાનને ફાડી ખાધો – દીપડાએ વાછરડાનું કર્યુ મારણ

ગુજરાતનાં હરણફાળ ફાડ વિકાસ વચ્ચે ગુજરાતનાં જંગલોમાંથી રાની પશુઓ પણ પોતાનો વિસ્તાર જાણે વિકસાવી રહ્યા હોય તેવી ઘટનાઓ છેલ્લા લાંબા સમયથી નોંધવામાં આવી રહી છે.

Gujarat Others

ગુજરાતનાં હરણફાળ ફાડ વિકાસ વચ્ચે ગુજરાતનાં જંગલોમાંથી રાની પશુઓ પણ પોતાનો વિસ્તાર જાણે વિકસાવી રહ્યા હોય તેવી ઘટનાઓ છેલ્લા લાંબા સમયથી નોંધવામાં આવી રહી છે. ક્યારે સિંહો ગીરનું જંગલ છોડી રાજકોટ અને છેક સુરેન્દ્રનગર જીલ્લાની હદમાં પહોંચી જાય છે અને રસ્તે ચાલતા અનેક મારણો કરતા જાય છે, તો ક્યારેક દીપડા લોકોને ફાડી ખાય છે અને ક્યારેક ઘરેલું પશુઓનો શિકાર કરી મારી નાખે છે. આવા જ બે કિસ્સા રાજ્યનાં જુદા જુદા વિસ્તારોમાં ફરી એક વખત નોંધવામાં આવ્યા છે.

Lion - Leo Panthera - African Big Five Animals

પહેલા કિસ્સામાં અમરેલીના દહીડા ગામે સિંહ દ્વારા એક યુવાન પર હુમલો કરવામાં આવ્યો હોવાનું સામે આવે છે. ગીર જંગલનાં સરહદી જીલ્લા અમરેલીનાં દહીડા ગામે એક યુવકે પોતાનાં ઘરેલું પશુને સિંહનાં પંજામાંથી બચાવા જતા સિંહે યુવાન પર હુમલો કર્યો હતો અને સિંહની ઝપટમાં ચડેલ યુવાન ગંભીર રીતે ઘાવાતા યુવાનને અમરેલી સિવીલ હોસ્પિટલ ખાતે સરવાર માટે ખસેડાયો છે.

છોટાઉદેપુરના પાવી-જેતપુરમાં આદમખોર દીપડાનો આતંક, બે લોકો પર કર્યો હુમલો -  GSTV

બીજા કિસ્સામાં વલસાડનાં પારડીમાં બે દીપડા પાંજરે પુરાયા હોવાની વિગતો સામે આવી રહી છે. વલસાડનાં ખડકી ગામે વાછરડાનું દીપડા દ્વારા મારણ કરવામાં આવ્યું હતું. મારણની સંપૂર્ણ ઘટના સીસીટીમાં કેદ થઇ હતી. ઘટનાની જાણ વનવિભાગમાં કરવામાં આવતાની સાથે લાંબા સમયથી લોકોને રંજાડતા દીપડાને પાંજરે પૂરવા માટે વનવિભાગે કવાયતો શરુ કરી અને ઘટના સ્થળે પહોંચી વનવિભાગ દ્વારા નિરીક્ષણ બાદ પાંજરા ગોઠવવામાં આવ્યા હતા. વનવિભાગની કવાયતો રંગ લાવી અને 2 દીપડા પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…