@વિશાલ મહેતા, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ
નારોલ પોલીસે 12 વર્ષની સગીરાનું અપહરણ કરનાર એક આરોપીની ધરપકડ કરી છે. નારોલ પોલીસે ધરપકડ કરેલ આરોપી મનુભાઈ નાનુભાઈ ચુનારા મૂળ આણંદનાં બારેજાનો રહેવાસી છે. જે અવારનવાર અમદાવાદ પૂર્વમાં નારોલ વિસ્તારમાં રહેતા તેમના સંબંધીનાં ઘરે આવતો હતો.
જ્યાં સગીરા તેની નજરે પડતા તેને ફોસલાવીને તેનું અપહરણ કરી લઇ ગયો હોવાની ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદના પગલે પોલીસે તાત્કાલિક સગીરાને શોધવા માટે અલગથી બનાવી કાર્યવાહી હાથ ધરી. જેમાં આણંદના બારેજા ખાતેથી આરોપીની ધરપકડ કરવામાં પોલીસને સફળતા મળી છે. પૂછપરછમાં બહાર આવ્યુ છે કે, તે જ્યારે તેના સંબંધીનાં ત્યાં આવતો હતો તે દરમિયાન સગીરા સાથે તેનો સંપર્ક થયો હતો અને બાદમાં અવાર-નવાર સગીરાને પોતાના સંપર્કમાં લઈને તેને લલચાવી ફોસલાવી તેનું અપહરણ કર્યું હતુ.
પોલીસ સૂત્રો અનુસાર, આરોપી બાળકીના પાડોશમાં રહેતી તેની બહેનપણીનો મામા છે, જેથી તે અવાર નવાર અહીં આવતો અને બાળકીના સંપર્કમાં આવ્યો હતો. તે બાળકીની કહાની જાણતો હતો કે તેનો પિતા દારૂડીયો છે, અને તેને સારી રીતે રાખતો નથી.
આ વાતનો લાભ ઉઠાવી તેણે બાળકીને સારી રીતે રાખીશ તેવી લાલચ આપી તેને ભગાડી ગયો હતો. આરોપી બાળકી સાથે બારેજા ગામની સીમમાં એક તળાવ પાસે રહેતો હતો, અને માછલી પકડવાનો ધંધો કરી ગુજરાન ચલાવતો હતો. આખરે ત્રણ મહિના બાદ બાળકી પોતાના ભાઈનો જે ફોન લઈ ગઈ હતી, તે ઓન થતા જ પોલીસને તેનું તેનું લોકેશન મળતા પોલીસ તુરંત બારેજા પહોંચી હતી, અને પોલીસે બાળકી તથા અપહરણકાર મળી આવ્યા હતા. આ માલે પોલીસે મનુ ચુનારાની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે.
ઉલ્લેખનીય છે કે, આરોપીએ સગીરા સાથે દુષ્કૃત્ય કર્યું હોવાના કારણે પોલીસે પોક્સો આ મુજબનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. તો બીજી તરફ આરોપી સામે એટ્રોસીટી મુજબ કાર્યવાહી કરવા પણ પોલીસ દ્વારા સૂચન કરવામાં આવ્યું છે. નારોલી આ ઘટનાને પગલે એક વાત ચોક્કસ ફલિત થાય છે કે પડોશમાં રહેતો વ્યક્તિ પણ ગંભીર ઘટનાને અંજામ આપી શકે છે. જેથી નાના બાળકોને અને પોતાના પરિવારને સુરક્ષિત રાખવા માટે સતર્ક રહેવું ખૂબ જ જરૂરી છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
