@વિશાલ મહેતા, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ
શહેરના અસારવા વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જે સાબિત કરે છે કે માત્ર ઘરની બહાર જ નહીં પરંતુ ઘરમાં પણ અવાજ ભૂખ્યા વરુઓ આજે પણ જોવા મળે છે. મેઘાણીનગર વિસ્તારના અસારવામાં પરિવારની 47 વર્ષીય મહિલાને બદનામ કરવાની ધમકી આપી કુટુંબી દિયરે અવાવરૂ જગ્યાએ લઈ જઈ સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય આચર્યું હતું. એટલું જ નહીં તેની હવસ પૂરી કરીને તેનું પેટ ન ભરાયું તો હવસખોર દિયરે મહિલા સાથે જબરજસ્તી કરી ગાલ પર બચકાં ભર્યા હતા. મહિલાએ પ્રતિકાર કરી 15 મિનિટ સુધી હવસખોર સાથે ઝપાઝપી કરી આખરે બેહોશ થઈ ગઈ હતી. મહિલાને સારવાર માટે અજાણ્યા લોકો હોસ્પિટલ લાવતા મામલો બહાર આવ્યો હતો. બનાવ અંગે મેઘાણીનગર પોલીસે આરોપી વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ ધરી છે.
અસારવા વિસ્તારમાં રહેતી 47 વર્ષીય પીડિતાને ત્રણ પુત્રી અને એક પુત્ર છે. જેમાં બે પુત્રીના લગ્ન થઈ ગયા છે. ભોગ બનનાર મહિલા ના પતિનું ચાર વર્ષ અગાઉ અવસાન થયા બાદ કુટુંબી દિયરની ઘરે અવરજવર વધી હતી. આરોપી દિયર અગાઉથી પીડિતા પર ખરાબ નજર રાખતો હતો. બોગ બનનાર પીડિતા મચ્છીનો વેપાર કરી પરિવારનું ગુજરાન ચલાવતી તેમજ વીસી ચલાવતી હતી. સુરભીના ઘરે આવતો કુટુંબી દિયર અવારનવાર છેડછાડ કરતો અને ગુપ્ત ભાગે હાથ ફેરવતો પણ બદનામીના ડરે તે કઈ બોલતી ન હતી. દરમિયાન દિયર સાથે પીડિતાનું પૈસાની બચત કરવા VC માં તેનું નામ લખાવ્યું હતું. જે દરમિયાન બંને વચ્ચે પ્રેમ થયો હતો.. જોકે પીડીતાએ આરોપીને શારીરિક સબંધોથી દુર રાખ્યો હતો.
ઉલ્લેખનીય છે કે શનિવારે પીડિતા તેની માતાની દવા લેવા ઘરેથી અન્ય રીક્ષામાં બેસી નીકળી હતી. તે સમયે રસ્તામાં આરોપી તેની રીક્ષા લઈ આવ્યો અને પીડિતાને બેસી જવા સૂચના આપી હતી. જોકે પીડિતાએ પરીક્ષામાં બેસવાની ના પાડી એટલે આરોપીએ તેને બદનામ કરી દેવાની ઉગ્ર થઇ ને વાત કરી હતી. જેથી પીડિતા ડરના મારી રિક્ષામાં બેસી ગઈ..પછી આરોપી રીક્ષા લઈને ચામુંડા બ્રિજથી ઔડાના મકાન થઈ કાચા છાપરાથી આગળ રેલ્વે પાટાથી આગળ પાણીની ટાંકી પાસે અવાવરૂ જગ્યાએ પહોંચ્યો હતો.
અવાવરા સ્થળે પહોંચ્યા પછી શરૂ થઈ હવસખોર ની હેવાનિયત. હવસખોર દિયરે અવાવરૂ જગ્યામાં રીક્ષા લઈ જઈ પીડિત મહિલા ના ગાલ પર બચકા ભરી જબરજસ્તી કરી સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય આચર્યું હતું. પરંતુ તે પહેલાં ઝપાઝપી દરમ્યાન પ્રતિકાર કરતા આરોપી સાથે 15 મિનિટ સુધી ઝપાઝપી થઈ હતી. આખરે મહિલા બેહોશ થઈ ગઈ હતી. અને પછી હવસખોરે પીડિતા સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું અને ફરાર થયો. બાદમાં ઘટનાની જાણ થતા સ્થાનિક લોકોએ પીડિતાને હોસ્પિટલ પહોંચાડી હતી.. અને મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં હવસખોર દિયર સામે ગુનો નોંધાવતા પોલીસે તપાસ કાર્યવાહી હાથ ધરી છે.
Ahmedabad: સરખેજનો ટપોરી અમીન મારવાડી વધુ એક કાયદાનાં કૂંડાળામાં ફસાયો
Ahmedabad: એલિસબ્રિજનાં MLA રાકેશ શાહનાં ડ્રાઈવરનાં મોબાઈલની લૂંટ કરનારને ક્રાઇમ બ્રાન્ચે ઝડપ્યો
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…